કચ્છનાં ભચાઉ ખાતે પૂર્વ કચ્છ પોલીસે યોજ્યો લોક દરબાર
BY Connect Gujarat26 Nov 2019 3:46 PM GMT

X
Connect Gujarat26 Nov 2019 3:46 PM GMT
પૂર્વ કચ્છ જિલ્લા ગાંધીધામ પોલીસ દ્વારા ભચાઉ ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંદર્ભે લોક દરબાર યોજવામાં આવ્યો હતો.જેમાં પોલીસ વડા પરીક્ષિતા રાઠોડની હાજરીમાં યોજાયેલા લોકદરબારમાં ડીવાયએસપી અને પીઆઇ સહિતના પોલીસ અધિકારીઓ સાથે અહીંના સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.
આ લોક દરબારમાં ખાસ તો ભચાઉ શહેરને લગતા ટ્રાફિક,વ્યાજખોરી,પ્રોહીબિશન સહિતના પ્રશ્નો લોકોએ કર્યા હતા. તાજેતરમાં ભચાઉમાં ચોરીના બનાવો પણ વધવા પામ્યા છે. ત્યારે તે અટકાવવા માંગ કરાઈ હતી. પોલીસ વડાએ પ્રશ્નો સાંભળી તેના ત્વરિત ઉકેલની ખાતરી આપી હતી. સાથે લોકોને પોલીસ તંત્ર પર વિશ્વાસ કાયમ રાખવા અપીલ પણ કરાઈ હતી.
Next Story