Connect Gujarat
ગુજરાત

કચ્છ:સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન માટે ફાળવાયેલી ગ્રાન્ટમાંથી 54 લાખ 57 હજાર રૂપિયા હજમ કરી જનારાં બે ઝડપાયા

કચ્છ:સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન માટે ફાળવાયેલી ગ્રાન્ટમાંથી 54 લાખ 57 હજાર રૂપિયા હજમ કરી જનારાં બે ઝડપાયા
X

હિસાબી અધિકારી કલ્પેશ પટેલ અને જેન્ડર કો-ઓર્ડિનેટર લીલાબેન અરવિંદભાઈ ભોઈની ભુજ એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

કચ્છમાં સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન માટે ફાળવાયેલી ગ્રાન્ટમાંથી 54 લાખ 57 હજાર રૂપિયા હજમ કરી જનારાં હિસાબી અધિકારી કલ્પેશ પટેલ અને જેન્ડર કો-ઓર્ડિનેટર લીલાબેન અરવિંદભાઈ ભોઈની ભુજ એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. પોલીસે બંનેને કૉર્ટમાં રજૂ કરીને બે દિવસના રીમાન્ડ મેળવ્યા છે. આ કેસમાં જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારીએ ફરિયાદ નોંધાવી હતી.

જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. કચ્છ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં હિસાબી અધિકારી તરીકે કલ્પેશ પટેલ 19 સપ્ટેમ્બર 2015થી 18 ફેબ્રુઆરી 2019 સુધી 11 માસના કરાર આધારીત હિસાબનીશ અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. બે માસ અગાઉ તેની જામનગરમાં બદલી થઈ હતી. ત્રીજી એપ્રિલ 2017થી 10મી જાન્યુઆરી 2019 દરમિયાન કલ્પેશ પટેલે સરકારી ગ્રાન્ટમાંથી કુલ પાંચ વખત ઉચાપત કરી સરકારી નાણાં 51 લાખ 32 હજાર 450 રૂપિયા પોતાના પર્સનલ એકાઉન્ટમાં જમા કરાવ્યાં હતા. તો ઉચાપતમાં સામેલ સહઆરોપી લીલાબેન અરવિંદભાઈ ભોઈના પર્સનલ ખાતામાં કલ્પેશ પટેલે 3 વખત કુલ પોણા બે લાખ રૂપિયા જમા કરાવ્યાં હતા.

કલ્પેશ પટેલે વિવિધ સંસ્થાઓને ગ્રાન્ટ પેટે ચૂકવવાની થતી 96.32 લાખ રૂપિયાની રકમ પૈકી 41.75 લાખ જમા કરાવ્યા હતા અને બાકીના 54.57 લાખ રૂપિયાની રકમ અંગત હેતુથી પોતાના અને અન્ય કર્મચારીઓના પર્સનલ ખાતામાં જમા કરાવી ઉચાપત કરી હતી. માર્ચ એન્ડિંગની હિસાબી કાર્યવાહી દરમિયાન સમગ્ર કૌભાંડ બહાર આવતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે કલ્પેશ અને લીલા વિરુધ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.પોલીસે બને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાંરજૂ કરતા કોર્ટે તેમના બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે આકેસમાં અન્ય કર્મચારીઓની સંડોવણી જણાઈ આવસે તો તેમની સામે પણ પગલાં ભરવામાં આવશે.

Next Story