Connect Gujarat
ગુજરાત

કચ્છ: અંજાર સ્વામિનારાયણ મંદિરે મુકાઇ પદ્મશિલા

કચ્છ: અંજાર સ્વામિનારાયણ મંદિરે મુકાઇ પદ્મશિલા
X

કચ્છના અંજારમાં રાધાકૃષ્ણ સ્વામિનારાયણ મંદિર ભવ્ય રીતે તૈયાર થઈ રહ્યું છે ત્યારે મંદિરના શિખરે પદ્મશીલા મુકવામાં આવી હતી.

અંજારના સવાશેર નાકા પાસે રાધાકૃષ્ણ સ્વામિનારાયણ મંદિર છેલ્લા ત્રણ વર્ષથી તૈયાર થઈ રહ્યું છે ત્યારે આજે શુભ મુહૂર્તમાં મંદિરના શિખર પર પદ્મ શીલા બિરાજીત કરાઈ હતી હજી આ ભવ્ય મંદિર તૈયાર થતા દોઢ વર્ષનો સમય વીતી જાય તેવી શકયતા છે.

આ મંદિર કરોડોના ખર્ચે અહીં તૈયાર થઈ રહ્યું છે.આ મંદિરની વિશેષતા એ છે કે , લાલ પથ્થરથી આ મંદિર બનાવવામાં આવી રહ્યું છે.તેમજ મંદિરમાં મહિલાઓ માટે અલગ મંદિર , સાધુ સંતો માટે નિવાસસ્થાન , પ્રવાસીઓ માટે ઉતારા ની વ્યવસ્થા , ભોજન કક્ષ , પાર્કિંગ સહિતની સુવિધાઓ બનાવશે.કચ્છમાં આ મંદિર અતિ ભવ્યાતી ભવ્ય બની રહેશે.

Next Story