Connect Gujarat
ગુજરાત

કચ્છ : ગાંધીધામમાં એસટી બસ અને મોટર સાઇકલ વચ્ચે સર્જાયો અકસ્માત : બેનાં મોત

કચ્છ : ગાંધીધામમાં એસટી બસ અને મોટર સાઇકલ વચ્ચે સર્જાયો અકસ્માત : બેનાં મોત
X

કચ્છનાં ગાંધીધામમાં સર્જાયેલાં માર્ગ અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યાં છે ને ત્રીજો યુવક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર તળે છે. મુંદરાથી મહેસાણા જતી બેચરાજી ડેપોની એસટી બસ સાથે રોંગસાઈડમાં સામેથી બાઈક પર ટ્રીપલ સવારી આવતાં યુવકો ટકરાયાં હતા. જેમાં ગાંધીધામની નવી સુંદરપુરીમાં રહેતા હરેશ કરમશી મહેશ્વરી અને દિનેશ લાખા જોગીનું મોત નીપજ્યું છે. ઘાયલ થયેલા ત્રીજા યુવકનું નામ ફિરોજ છે. અને તે ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

અકસ્માત સ્થળ પર એકત્ર થયેલાં ટોળાએ રોષે ભરાઈને બસ પર પથ્થરમારો કરતાં બસના કાચ તૂટી ગયા હતા. ઘટના બાદ એસટી ચાલક નાસી છૂટ્યો હતો જેને બી ડિવિઝન પોલીસે પકડી પાડી તપાસ હાથ ધરી છે.

Next Story
Share it