કચ્છના ભુજમાં ગઈ રાત્રીના સમયે જિલ્લા પોલીસવડાએ ભીડનાકા વિસ્તારમા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું..એસપી દ્વારા માર્ગ પરથી પસાર થતા તમામ વાહનોની તલાશી લેવાઈ હતી.એકાએક રાત્રીના સમયે એસપી , ડીવાયએસપી સહિતનો કાફલો વાહન ચેકીંગ માટે ઉતરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો

ભુજના સંવેદનશીલ વિસ્તારોમાં ભીડનાકાનો સમાવેશ થાય છે ત્યારે આજરોજ રાત્રીના સમયે જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયા , ડીવાયએસપી જે.એન.પંચાલ અને પોલીસ કાફલા દ્વારા ભીડનાકા પાસે સરપ્રાઈઝ મિટિંગ ગોઠવી વાહનોની તલાશી લઈ ડ્રાઇવ યોજવામાં આવી હતી..એસપી સૌરભ તોલંબિયા દ્વારા વાહનચાલકોના લાયસન્સ તપાસવામાં આવ્યા હતા તો તમામ ફોર વહીલરોની તલાશી લઈ ગેરકાયદેસર હથિયારોની ચેકીંગ કરાઈ હતી..એસપી દ્વારા અગાઉ પણ ભૂજના સ્ટેશન રોડ પર જાત મુલાકાત લઈ ટ્રાફિક વ્યવસ્થા ચકાસવામાં આવી હતી દરમિયાન આજે ભીડનાકા પાસે એસપીએ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી.

 

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here