કચ્છ જીલ્લામાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત, બે મહિલાના મોત

New Update
કચ્છ જીલ્લામાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત, બે મહિલાના મોત

કચ્છમાં ઘાતકી બનેલા સ્વાઈન ફ્લુએ રાપરની બે મહિલાનો ભોગ લીધો છે. વર્ષ 2019 માં જ કચ્છમાં સ્વાઇનફ્લુના કારણે 11 મોત થયા છે. જ્યારે અત્યારસુધી કુલ 161 પોઝીટીવ કેસ નોંધાયા છે.

કચ્છ જિલ્લામાં સ્વાઈન ફ્લુએ વધુ બે દર્દીનો ભોગ લીધો છે. મૃતક બંને રાપરની મહિલા છે.

આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ રાપર તાલુકાના સુવઈ ગામની 45 વર્ષિય મહિલા અને રાપરના અયોધ્યાપુરીની 54 વર્ષિય મહિલાના સ્વાઈન ફ્લુથી મોત તાજેતરમાં નીપજ્યાં હતા. ડેથ ઑડિટ કમિટિએ બંને મહિલાના મોત સ્વાઈન ફ્લુથી થયાં હોવાનું સત્તાવાર જાહેર કર્યું છે.સુવઈની મહિલા સ્વાઈન ફ્લુ ઉપરાંત ડાયાબિટીસથી પણ પીડાતી હતી અને તેણે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. જ્યારે અયોધ્યાપુરીની 54 વર્ષિય મહિલાનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વધુ બે મોત સાથે કચ્છમાં 2019માં સ્વાઈન ફ્લુનો કુલ મરણાંક 11 પર પહોંચ્યો છે. દરમિયાન, આજે ભચાઉ તાલુકાના કણખોઈ ગામના 53 વર્ષિય આધેડનો રીપોર્ટ પોઝીટીવ આવતાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંકડો 161 પર પહોંચ્યો છે

Latest Stories