Connect Gujarat
ગુજરાત

કચ્છ: નખત્રાણાના રવાપર અને માતાના મઢ પાસે કાર અને જીપ વચ્ચે થયો અકસ્માત,૩નાં મોત

કચ્છ: નખત્રાણાના રવાપર અને માતાના મઢ પાસે કાર અને જીપ વચ્ચે થયો અકસ્માત,૩નાં મોત
X

કચ્છના નખત્રાણાના રવાપર અને માતાના મઢ વચ્ચે સર્જાયેલાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 70 વર્ષિય વૃધ્ધ મહિલા સહિત 3 લોકોના મોત નીપજ્યાં છે. જે પૈકી બે યુવકોના સ્થળ પર જ મોત નીપજ્યાં હતા.

GMDC ખાણમાં કામગીરી કરતી RPL કંપનીના કર્મચારીઓની ઈસુઝુ કાર અને માંડવીના સલાયાની

મહિલા-બાળ દર્શનાર્થીઓને લઈ જતી તૂફાન જીપ સાથે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની પ્રાથમિક માહિતી મુજબ ઈસુઝુ કારમાં સવાર

ત્રણ પૈકી બે કર્મચારીના સ્થળ પર મોત નીપજ્યાં હતા. જીપમાં સવાર મહિલા-બાળકોને

હોસ્પિટલે ખસેડાયાં છે. સલાયાના મહિલા-બાળકો દયાપર નજીક આવેલી કોરાશરીફની દરગાહે

માથું ટેકવવા આવ્યા હતા. દુર્ઘટનામાં ઈસુઝુ કારમાં સવાર ઘડાણી ગામના સચિન જોશી અને

અન્ય એક કર્મચારીનું મોત સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે, સલાયાની ખતુબાઈ આદમ તુર્ક નામની 70 વર્ષિય વૃદ્ધાએ

નખત્રાણામાં દમ તોડી દીધો હતો. અન્ય 12 લોકોને નાની-મોટી ઈજા સાથે ભુજ જી.કે. જનરલ

ખસેડાયાં છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story
Share it