Top
Connect Gujarat

કચ્છ : નખત્રાણામાં ગુંતલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રિટાયર્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર હડતાલ પર ઉતર્યા

કચ્છ : નખત્રાણામાં ગુંતલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રિટાયર્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર હડતાલ પર ઉતર્યા
X

કચ્છના નખત્રાણા તાલુકાના દેશલપર ગુંતલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રિટાયર્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર ક્ચ્છ જિલ્લા પંચાયત સામે હડતાલ પર ઉતર્યા છે.એરિયર્સ સહિતની માંગ કરવા છતાં નિરાકરણ આવ્યું નથી.

ભુજની ન્યુ લોટસ કોલોનીમાં રહેતા 72 વર્ષીય જનકરાય લાભશંકર છાયા આજથી અનિશ્ચિત કાળની ભૂખ હડતાલ પર ઉતર્યા છે. તેઓએ દેશલપર ખાતે સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી છે.તેમના જણાવ્યા મુજબ , છેલ્લા અઠયાવીસ મહિનાથી ચાલતા હાયર ગ્રેડ રજી, છઠ્ઠા પગારપંચનું રીફિક્શન તેમજ એરિયર્સ સહિતના પ્રશ્ન પર રજુઆત કરવા છતાં નિરાકરણ આવ્યુ નથી.તેમજ નખત્રાણા આરોગ્યના સિનિયર ક્લાર્ક , બીએચઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી બાબતે પણ કોઈ કાર્યવાહી થઈ નથી.ત્યારે આ મામલે આજથી ભૂખ હડતાલ શરૂ થઈ છે.

Next Story
Share it