Connect Gujarat
ગુજરાત

કચ્છ : નખત્રાણા તાલુકાના લૈયારી ગામે તળાવમાં ડૂબી જતાં બે બાળકના મોત

કચ્છ : નખત્રાણા તાલુકાના લૈયારી ગામે તળાવમાં ડૂબી જતાં બે બાળકના મોત
X

કચ્છમાં વરસાદના પાણીએ વધુ બે બાળકોનો ભોગ લીધો છે.નખત્રાણા તાલુકાના લૈયારી ગામે તળાવમાં ન્હાવા પડેલાં બે માસુમ માસિયાઈ ભાઈના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે.

કચ્છમાં હળવા વરસાદથી તળાવોમાં પાણીની આવક થઈ છે ત્યારે આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. મૃતક 7 વર્ષીય ઝુબેર શરીફ જત અને 8 વર્ષીય હકીમ જબ્બાર જત બેઉ જણાં ગામની પ્રાથમિક શાળા નજીક આવેલા તળાવના ખાડામાં નહાવા પડ્યા હતા.

ખાડો ઊંડો હોઈ બંને ડૂબી ગયા હતા. બનાવના પગલે ગ્રામજનો એકઠાં થઈ ગયાં હતા અને બંને હતભાગી દોહિત્રની લાશને પોસ્ટમોર્ટમ માટે નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે, એક મહિના અગાઉ ગત રાપર તાલુકાના ગેડી ગામે તળાવમાં આવેલા પાણીમાં નહાવા પડેલાં 3 બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં હતા

Next Story
Share it