Connect Gujarat
ગુજરાત

કચ્છ : પત્નીની હત્યા કરી નાસી છૂટેલ હત્યારા પતિને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યો

કચ્છ : પત્નીની હત્યા કરી નાસી છૂટેલ હત્યારા પતિને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યો
X

ભચાઉના કુંભારડી ગામની વાડીમાંથી ૧૧ મહિના અગાઉ યુવાન પત્નીની હત્યા કરી નાસી ગયો હતો. ભચાઉ પોલીસે હત્યારા પતિને ગોધરાથી ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી અનુસાર, ૧૮મી નવેમ્બર ૨૦૧૮ના રોજ ભચાઉના કુંભારડી ગામની સીમની વાડીમાંથી આશરે ૩૦ વર્ષીય સુનીતા નાયક નામની પરિણીતાનો કોહવાઈ ગયેલ અને શ્વાનોએ ફાડી ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં સુમિત્રાના ગળામાં ઈજા અને માથામાં ફ્રેક્ચર હોવાનો રીપોર્ટ આપી તેની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું.

ભચાઉ પોલીસે અજાણ્યા શખ્સ સામે સુમિત્રાની હત્યા નીપજાવવાનો ગુનો દાખલ કર્યો હતો. જો કે, પોલીસને પહેલો શક તેના લાપત્તા પતિ પર જ હતો. પોલીસે ગોધરાના મોરડુંગરા ખાતેથી ૩૫ વર્ષિય દિનેશ નાયકને ઝડપી પૂછતાછ કરતાં દિનેશે સુમિત્રાની હત્યા કરી હોવાનો ગુન્હો કબૂલયો હતો. દિનેશને તેની પત્નીના પરપુરુષ સાથે આડા સંબંધ હોવાની શંકા હતી. આ મુદ્દે બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ગત નવેમ્બરમાં એક રાત્રે આ જ મુદ્દે ઉશ્કેરાઈને સુમિત્રાના માથામાં પાવડા જેવું હથિયાર મારી તેને મોતને ઘાટ ઉતારી હતી. હત્યા બાદ તે નાસી છૂટ્યો હતો પોલીસે અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને જેલ હવાલે કર્યો છે.

Next Story