Connect Gujarat
ગુજરાત

કચ્છ : ભચાઉના વોંધ પાસે રેલવે ટ્રેકનું ધોવાણ થતા ટ્રેન વ્યવહાર ખોરવાયો

કચ્છ : ભચાઉના વોંધ પાસે રેલવે ટ્રેકનું ધોવાણ થતા ટ્રેન વ્યવહાર ખોરવાયો
X

કચ્છનો રેલવે વ્યવહાર બીજા દિવસે પણ ખોરવાયો છે. ભચાઉના વોંધ પાસે રેલવે ટ્રેકનું ધોવાણ થતા કચ્છનો ટ્રેન વ્યવહાર અવરોધાયો છે.રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરાઈ છે.તો ટ્રેન રદ થતા ભુજ રેલવે સ્ટેશને મુસાફરો રઝળી પડતા 50 મુસાફરોને સારવાર અપાઈ હતી.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="107433,107434,107435"]

ભચાઉના વોંધ નજીક રેલવે ટ્રેક ધોવાઈ જવાથી આજે સતત બીજા દિવસે કચ્છની તમામ ટ્રેનો રદ્દ કરી દેવાઈ છે. મુંબઈના બાંદ્રાથી ઉપડતી બાંદ્રા-ભુજ એસી સુપરફાસ્ટ, કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરી રદ્દ કરી દેવાઈ છે. ભુજથી ઉપડનારી સયાજીનગરી, કચ્છ એક્સપ્રેસ, ભુજ-પાલનપુર અને ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ , ગાંધીધામ-પાલનપુર ટ્રેન રદ્દ કરી દેવાઈ છે. ઈન્દોરથી આજે ઉપડનારી ઈન્દોર-ગાંધીધામ અને જોધપુર-ગાંધીધામ સુપરફાસ્ટ પણ રદ્દ કરી દેવાઈ છે. આજે ભુજથી ઉપડતી ભુજ-બરેલી આલા હઝરત એક્સપ્રેસ ભુજના બદલે પાલનપુરથી દોડાવાઈ છે. આવતીકાલે 12મીના રોજ બરેલીથી ભુજ ઉપડનારી આલા હઝરત એક્સ્પ્રેસ રદ્દ કરી દેવાઈ છે. એ જ રીતે, 13મીના રોજ ઉપડતી ગાંધીધામ-બેંગલુરુ, 14મીના રોજ ઉપડતી કામાખ્યા-ગાંધીધામ પણ રદ્દ થઈ ગઈ છે. પાલનપુર-ભુજ પેસેન્જરને આજે લાકડીયા ખાતે ટૂંકાવી દેવાઈ હતી.ટ્રેન રદ થતા ભુજ રેલવે સ્ટેશને મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.સ્ટેશન પણ સુમસામ બન્યું હતું.

Next Story
Share it