કચ્છનાં ગાંધીધામના આદિપૂરમાં આવેલી રામબાગ સરકારી હોસ્પિટલમાંમા કાર્ડ બનાવવા પેટે 250 રૂપિયાના ઉઘરાણાં કરતાં બે કર્મચારી ACBના હાથે ઝડપાઇ ગયા છે.

ગરીબો માટે મફત આરોગ્ય સુવિધા આપતી ગુજરાત સરકારનીમા વાત્સલ્ય યોજનાના કાર્ડ બનાવી આપવાની અવેજીમાં અઢીસો રૂપિયાના ઉઘરાણાં કરતાં આદિપુરની રામબાગ હોસ્પિટલના બે કર્મચારીને એસીબીએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી પાડ્યાં છે. રામબાગ હોસ્પિટલમાં વાત્સલ્ય કાર્ડની નોંધણીના કેન્દ્રમાં ફરજ બજાવતા નીરજ ભગવાનદાસ કામાણી અને મનોજ સુરેશભાઈ મિશ્રા નામના બે કરાર આધારીત કર્મચારીને એસીબીએ રંગેહાથ ઝડપ્યાં છે.

બને જણાં નિઃશુલ્ક ઈસ્યૂ થતા ‘મા કાર્ડ’ બનાવવા પેટે અરજદારો પાસે ગેરકાયદેસર રીતે અઢીસો રૂપિયાના ઉઘરાણાં કરતાં હોવાની એસીબીને બાતમી મળી હતી. જેનાં પગલે પૂર્વ કચ્છ એસીબી પીઆઈ એ.એ.પંડ્યાએ છટકાનું આયોજન કર્યું હતું. એસીબીએ એક જાગૃત નાગરિકને મા કાર્ડ બનાવવા માટે મોકલ્યો હતો. એસીબીએ મોકલેલાં માણસ પાસે બેઉ જણે અઢીસો રૂપિયાની લાંચની માંગણી કરી તે સ્વિકારતાં ઝડપાઈ ગયાં હતા. એસીબીના બોર્ડર રેન્જના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ આ સફળ છટકું ગોઠવવામાં આવ્યું હતું. એસીબીએ બેઉને રંગેહાથ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY