Connect Gujarat

કચ્છ : રુદ્રાણી ગામ નજીક એસ.ટી. બસે મારી પલટી, 15 મુસાફરોને પહોચી ઈજા

કચ્છ : રુદ્રાણી ગામ નજીક એસ.ટી. બસે મારી પલટી, 15 મુસાફરોને પહોચી ઈજા
X

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના

રુદ્રાણી ગામ નજીક એક એસ.ટી. બસ અચાનક પલટી મારી જવાની ઘટના સર્જાઈ હતી. જેમાં

લગભગ 15 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોચી હતી.

મળતી માહિતી અનુસાર, ભુજ તાલુકાના

રુદ્રાણી ગામ નજીક મુસાફરોને લઈને પસાર થઈ રહેલ એક એસ.ટી. બસ અચાનક પલટી મારી ગઈ

હતી. એસ.ટી. બસ પલટી મારી જવાની ઘટનામાં બસમાં સવાર લગભગ 15 જેટલા મુસાફરોને નાની

મોટી ઈજાઓ પહોચી હતી.

રુદ્રાણી ગામ નજીક એસ.ટી. બસ પલટી

મારી જવાના બાનાવની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

એસ.ટી. બસમાં સવાર ઇજાગ્રસ્તોને બહાર કાઢી 108 ઈમરજન્સી સેવાની મદદથી સારવાર

અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તો એસ.ટી. બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો

કાબૂ ગુમાવતાં બસ પલટી મારી ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story
Share it