Connect Gujarat
ગુજરાત

કચ્છ : લખપત તાલુકાના પાંધ્રો હાઇવે નજીક આવેલી સાત દુકાનના તૂટ્યા તાળા

કચ્છ : લખપત તાલુકાના પાંધ્રો હાઇવે નજીક આવેલી સાત દુકાનના તૂટ્યા તાળા
X

કચ્છના લખપત તાલુકાના પાંધ્રો હાઇવે પર આવેલી 7 દુકાનોના એકસાથે તાળા તૂટતા વેપારીઓમાં ભય ફેલાયો હતો.વીજ પુરવઠો ખોરવાઈ જતા તસ્કરો લાભ ઉઠાવીને વીસેક હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા.

લખપતના એકતાનગર પાંધ્રોમાં એકીસાથે 7 દુકાનોના તાળા તૂટતા લોકોમાં ભય ફેલાયો હતો.દરજી, કટલરી, વાળંદ અને અનાજ કરીયાણાની દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયો હતો. ગત રાત્રે વરસાદ પડતા અહીં વીજ વિક્ષેપ સર્જાયો હતો. જે ઘટનાનો તસ્કરોએ લાભ ઉઠાવી હાથ અજમાવ્યો હતો.હાઇવે પરની દુકાનોમાં રોકડ, માલસામાન સહિત વીસેક હજારની ચોરી થતા નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠ્યા છે.બનાવ અંગે નારાયણ સરોવર પોલીસે તપાસ હાથ ધરી છે.

Next Story
Share it