Connect Gujarat

કચ્છ : લગ્ન પ્રસંગે યુવાનોએ દારૂની છોળોથી એકબીજાને નવડાવ્યા, વિડિયો થયો વાઇરલ

કચ્છ : લગ્ન પ્રસંગે યુવાનોએ દારૂની છોળોથી એકબીજાને નવડાવ્યા, વિડિયો થયો વાઇરલ
X

સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ પીવાતો હોવાના કિસ્સો અને દારૂ પકડાયાના બનાવો અનેકવાર

પ્રકાશમાં આવ્યા છે, ત્યારે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગે રાસગરબા ચાલી રહ્યા હતા, તે દરમ્યાન યુવાનોએ દારૂની છોળો ઉડાડીને એકબીજાને દારૂથી નવડાવ્યા

હતા. જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો

છે.

મળતી માહિતી અનુસાર, મુન્દ્રા તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગ દરમ્યાન રસગરબા સમયે રાજકુમારના

ફિલ્મી ગીત “પીલે પીલે, ઓ મોરે રાજા” પર કેટલાક યુવાનોએ

એકબીજાને દારૂની છોળો ઉડાડી નવડાવ્યા હતા. વાઇરલ વિડિયોમાં સ્પષ્ટ નજરે પડે છે કે, કેટલાક યુવાનો નાચવામાં ચૂર થઈ એકબીજાને દારૂની

બોટલથી નવડાવતા હોય તેવું દેખાઇ

આવે છે, ત્યારે “પીલે પીલે, ઓ મોરે રાજા” ગીત ઉપર નાચતા યુવાનોની મસ્તીની

સાથે કચ્છ જિલ્લા પોલીસ પણ

દોડતી થઈ હતી. હાલ તો આ વાઇરલ વિડિયો મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામનો હોવાનું લોકમુખે

ચર્ચાઇ રહ્યું છે

Next Story
Share it