Connect Gujarat

કચ્છ : વૃદ્ધાનો કોરોના પોઝિટિવ, જિલ્લાનો પ્રથમ કેસ આવ્યો સામે

કચ્છ :  વૃદ્ધાનો કોરોના પોઝિટિવ, જિલ્લાનો પ્રથમ કેસ આવ્યો સામે
X

જે બીમારીનો ડર હતો એ મહામારીએ કચ્છમાં દસ્તક દઈ દીધી છે. કચ્છમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર દોડધામમાં મચી ગઈ છે. લખપતની 59 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. મહિલાના સંપર્કમાં 12 વ્યક્તિઓ આવ્યા હતા જેઓને હોમ ક્વોરેન્ટાઇલ કરવામાં આવશે. તેમની સાથેના બે વ્યક્તિઓને શંકાસ્પદ કોરોના લક્ષણો જણાઈ આવ્યા હતા. જેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

તમામ

લોકોનું મેડિકલ ચેકઅપ કરવાની સૂચના અપાઈ છે. મહિલા સાઉદી અરેબિયાથી પરત ફરી હતી.

જેને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું. કચ્છમાં વધુ કેસો ન નોંધાય તે

માટે તકેદારીના પગલાં વધુ સતર્ક બનાવાયા છે. ડીડીઓ પ્રભવ જોશીએ સૌ કચ્છવાસીઓને

સતર્ક રહેવા અપીલ કરી.

Next Story
Share it