ઝગડીયા નજીકના લાડવાવડ થી કબીરવડ જવાના રસ્તામાં સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા નર્મદામાં પુલિયું બનાવી માલસામાનની હેરાફેરી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ઝગડીયા ગામ નજીકના લાડવાવડ થી કબીરવડ જવાના માર્ગ પર આવતી નર્મદામાં કબીરવડ પ્રવાસન વિકાસ ધામની કામગીરી કરતા સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા લાડવાવડ કિનારા પર ગેરકાયદેસર રીતે આશરે ૧૦૦ મીટર જેટલું પાકું પુલિયું બનાવી દેવામાં આવ્યું છે, કબીરવડ ના વિકાસની કામગીરીમાં વપરાતા માલસામાન લઈ જવા માટે નર્મદાના પ્રવાહને અવરોધાય એવી રીતે ભૂંગરા નાખી પુલિયું બનાવ્યું છતાં તંત્રનું સૂચક મૌન ઘણુંબધું કહી જાય છે.

નર્મદા નદીએ જીવાદોરી સમાનછે એ ખુદ મનુષ્ય જ ભૂલી રહ્યો છે અને તેના અસ્તિત્વ સામે ખતરો ઉભો કરી રહ્યો છે. જે હોઈ તે નર્મદા અને પ્રકૃતિ સાથે પોતાના અંગત સ્વાર્થ માટે કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે, અત્યાર સુધી રેતીની લીઝો વાળા નર્મદાના પાણીના બંને પ્રવાહ ની વચ્ચે થી રેતી કાઢવા ઓછા પ્રવાહ વાળા પટ માં રેતીની બેગો અને ભૂંગરા નાખી પુલીયા બનાવી દીધા છે.

ઝગડીયા નજીકના લાડવાવડ પાસે ક્બીરવડ જવાના રસ્તે નર્મદા ઓરંગવી પડે છે, હાલમાં રાજ્ય સરકાર દ્વારા કબીરવડનો પ્રવાશન ધામ તરીકે વિકસાવવા માટેની જાહેરાત કરી છે જેથી કબીરવડ તેની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવી છે, કોન્ટ્રાક્ટર દ્વારા માલસામાનની હેરાફેરી માટે નર્મદાના પટમાં ભૂંગરા નાખી પાકું પુલિયું જ બનાવી દીધું છે, સરકારી કોન્ટ્રાક્ટર હોઈ એટલે કાયદાને નેવે મૂકી કામ કરવાની પરમિશન હોઈ તેવો હાઉ કોન્ટ્રાક્ટર ઉભો કરી રહ્યો છે. પાકું પુલિયું બનાવના કારણે નર્મદાના પ્રવાહમાં ખાસો ફર્ક જણાઈ રહ્યો છે, કબીરવડનો એક તરફ સરકાર દ્વારા પ્રવાશન ધામ તરીકે વિકસાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે અને બીજી તરફ એજ સરકાર જેનું મૂલ્ય અંકી ના શકાય એવી પ્રકૃતિને દેન નર્મદાના પ્રવાહ અને તેના અસ્તિત્વ સામે ખતરો ઉભો કરતા કોન્ટ્રાક્ટર ને પ્રોત્સાહન આપી રહ્યા છે. સરકારની આ નીતિ સામે જનતા અવાઝ નહિ ઉઠાવે તો ઝગડીયાની જનતાએ ઘણું ભોગવવા તૈયાર રહેવું પડશે.

LEAVE A REPLY