Connect Gujarat
ગુજરાત

કમુરતા શરુ થતા લગ્ન અને શુભકાર્યો એક મહિના માટે બંધ

કમુરતા શરુ થતા લગ્ન અને શુભકાર્યો  એક મહિના માટે બંધ
X

લગ્ન અને શુભકાર્યોની મોસમ પર એક મહિના સુધી હવે બ્રેક વાગી જશે કારણ કે તારીખ 15મી ડિસેમ્બર રાત્રીએ 8:56 વાગ્યે સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરશે અને કમુરતાની શરૂઆત થશે.

હિન્દૂ પરંપરા અનુસાર કમુરતા દરમિયાન લગ્ન, વાસ્તુ પુજા, ગૃહ પ્રવેશ સહિતના શુભ કાર્યો કરી શકાતા નથી.

ડિસેમ્બર મહિનામાં લગ્નની મોસમ પુર બહારમાં ખીલી હતી અને લગ્ન પ્રસંગ માટે વાડી પાર્ટી પ્લોટ સહિતની જગ્યાઓના બુકિંગ માટે પણ અગાઉ થી જ નોંધ કરવામાં આવી હતી. પરંતુ હવે કમુરતા શરુ થતા શુભ પ્રસંગો પર બ્રેક વાગી જશે.

તારીખ 15મી ડિસેમ્બર થી શરૂથતા કમુરતા આગામી તારીખ 14મી જાન્યુઆરી 2017ના રોજ પુરા થશે અને ત્યારબાદ શુભકાર્યોની દબદબાભેર ઉજવણી શરુ થશે.

ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ નોટ બંધીની અસર લગ્ન પ્રસંગોમાં પણ જોવા મળી હતી ત્યારે હવે આ એક મહિના દરમિયાન શુભ કાર્યો બંધ રહેતા આગામી પ્રસંગોની ઉજવણી માટે અત્યાર થી જ લોકોએ રોકડા નાણાની ગોઠવણ કરવાની શરૂઆત કરી દીધી છે કારણે કે રોકડની સર્જાયેલી ક્રાઈસીસ ડિસેમ્બર ના અંત સુધી પુરી થાય તેવા કોઈ જ સંજોગ દેખાય રહ્યા નથી.

Next Story