એસ.ટી. ડેપોમાં ટાયર ફિટર તરીકે ફરજ બજાવતો કર્મી પાછળના ટાયરના નંબર લખતી વેળાં બસ ચાલુ થઈ ગઈ

કરજણ એસ ટી ડેપોમાં ટાયર ફિટર તરીકે ફરજ બજાવતા એક કર્મીનું ઉભેલી બસના પાછળના ટાયરના નંબર લખતી વેળા બસ ચાલુ થઈ જતા બસના તોતિંગ પૈડા ફરી વળતા સારવાર દરમિયાન કરૂણ મોત થયું,

વડોદરા જિલ્લાના કરજણ એસ.ટી. ડેપોમાં ટાયર ફિટર તરીકે ફરજ બજાવતા ફીરોજભાઈ દાઉદભાઇ ખાન રહે. દયાદરા તા. જિ. ભરૂચ મંગળવારના રોજ સવારના દસ વાગ્યાની આસપાસ ઉભેલી એસટી બસના પાછળના ટાયરના નંબર લખતી વખતે ઓચિંતી એસ ટી બસ ચાલુ થઇ જતા એસ ટી બસના તોતિંગ પૈડાં ફિરોઝભાઇના શરીર પર ફરી વળતા ફિરોઝભાઇને ઇજાઓ થવા પ‍ામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ એસ ટી ડેપોમાં ફરજ બજાવતા ફિરોજભાઇ એસ ટી બસના પાછળના ટાયરના નંબર લખી રહ્યા હતા. તે વેળા એસ ટી બસ ચાલુ થઇ જતા ફિરોજભાઇ પર બસના પૈડાં ફરી વળતા તેઓને ઇજાઓ થતા તાત્કાલિક વડોદરાની ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર અર્થે  લઇ જવાયા હતા. જ્યાં ફિરોઝભાઇનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું હતું. ફિરોઝભાઇનું ટાયરના નંબર લખતી વેળા અકસ્માતમાં મોત થતા એસ ટી ડેપોના જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવવા પામી છે. ઘટનાની જાણ થતા કરજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત સંદર્ભે કરજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here