Connect Gujarat
ગુજરાત

કરજણની સીમમાં આવેલી મહાદેવની મઢી ઉપરથી ગાંજા સાથે જટાધારી મહારાજ ઝડપાયો

કરજણની સીમમાં આવેલી મહાદેવની મઢી ઉપરથી ગાંજા સાથે જટાધારી મહારાજ ઝડપાયો
X

કરજણની સીમમાં ધર્મની આડમાં ગોરખધંધા કરતા તત્વો ધર્મને બદનામ કરતા હોવાના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. આવો જ એક કિસ્સો કરજણ પંથકમાં પ્રકાશમાં આવતા ધર્મના નામે ચરીખાનારાઓ પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

વડોદરાના કરજણ ટાઉનની સીમમાં આવેલા એચ પી ગેસ ગોડાઉનની પાછળના ભાગે ગૌચરની જમીનમાં આવેલી ગોરખનાથ મહાદેવની મઢી ઉપર રહેતા એક જટાધારી મહારાજની વડોદરા એસ ઓ જી પોલીસે ગાંજા સાથે ધરપકડ કરતા ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. પોલીસ સુત્રીય માહિતી અનુસાર કરજણની સીમમાં એચ પી ગેસના ગોડાઉન પાછળ આવેલી ગોરખનાથ મહાદેવની મઢી ઉપર નવીન ઉર્ફે બડોદાનાથ શાંતિલાલ વસાવા હાલ રહે. કરજણ મૂળ રહે. મોર તલાવ ઝગડીયા જિ. ભરૂચ વસવાટ કરે છે.

વડોદરા એસ.ઓ.જીને બાતમી મળી હતી કે જટાધારી મહારાજ મઢી ઉપર રહી ગાંજો રાખે છે. મળેલી બાતમીના આધારે એસ ઓ જી પોલીસે ગતરાત્રીના મઢી ઉપર છાપો મારતા જટાધારી મહારાજ પાસેથી વનસ્પતિજન્ય ગાંજાની ૨૭ પડીકીઓ મળી આવી હતી. જેનું વજન એકસો પાંત્રીસ ગ્રામ થયું હતું કોથળીઓનું વજન બાદ કરતાં ૧૨૭ ગ્રામ વજન પ્રમાણે કિંમત રૂપિયા ૧,૨૭૦ તથા જટાધારી મહારાજની અંગ ઝડતીના રૂપિયા આઠસો મળી કુલ રૂપિયા ૨,૦૭૦ ના મુદ્દામાલનો પોલીસે કબ્જો મેળવી જટાધારી મહારાજની વિરૂદ્ધ નાર્કોટીક્સ એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરાવેલ છે.

Next Story
Share it