કરજણ: કોલિયાદ ગામમાં ૬ વ્યક્તિઓ પર મારક હથિયારો વડે હિંસક હુમલો થતાં સર્જાઇ અફરાતફરી

ભરૂચના પાલેજથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા કરજણ તાલુકાના કોલિયાદ ગામમાં ગત મોડી રાત્રીના પંદરથી વીસ જેટલા ઇસમોએ મારક હથિયારો વડે છ ઇસમો પર હિંસક હુમલો કરતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. હિંસક હુમલામાં છ જેટલા ઇસમોને ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
પોલીસ સુત્રીય માહિતી અનુસાર ગત મોડી રાત્રીના ૧૧.૪૫ વાગ્યાની આસપાસ કરજણ તાલુકાના કોલિયાદ ગામમાં અનિલભાઇ પ્રભાતભાઇ વસાવા રહે. કારવણ નાઓ તથા ભગીરથ અંબાલાલ વસાવા, અજય મોહન વસાવા, અશોક ઇશ્વર વસાવા, જયેશ ઈશ્વર વસાવા, રોહિત જીતુ વસાવા, રણજીત ભૂપત વસાવા, કિરણ ભૂપત વસાવા, વિશાલ કમલેશ વસાવા, અજય અંબાલાલ વસાવા, અલ્પેશ અંબાલાલ વસાવા, જગદીશ પ્રવીણ વસાવા, રમેશ લક્ષ્મણ વસાવા, કિરણ રાજેન્દ્ર વસાવા, સુનીલ મોહન વસાવા,વિપુલ મેલસંગ વસાવા, રાહુલ રમેશ વસાવા નાઓ તમામ રહે. કોલિયાદ નાઓએ ભેગા મળી મારક હથિયારો વડે નિલેશ છિતુ વસાવા રહે. કોલિયાદ નાઓ તથા સચિન બાલુ વસાવા, રમેશ રામદાસ વસાવા, અજય નારણ વસાવા, વિષ્ણુ કાંતિ વસાવા તેમજ કાન્તીભાઇ ત્રિભોવન વસાવા તમામ રહે. કોલિયાદ નાઓને મહાકાળી મંદિર પાસે રોકી ભગીરથે નિલેશને કહ્યું કે તમે પોલીસને જુગારની બાતમી આપી મારા પપ્પાને પકડાવ્યા છે.
તમે અમારી સાથે બીટીએસ માં કેમ રહેતા નથી તેમ કહી તમામે એક સંપ થઇ નિલેશ પર હુમલો કરી ટોળામાં રહેલા અનિલ, ભગીરથ તથા અજયે નિલેશને ગડદા પાટુનો માર મારી તથા અનિલે નિલેશને માથાના ભાગે ધારિયાનો ઘા ઝીંકી દઈ ઈજાઓ પહોંચાડી તથા સચિને અશોક ઇશ્વર વસાવાને જમણા હાથ પર પાઇપનો ઝટકો માર્યો હતો. વિપુલ વસાવાએ લાકડીનો સપાટો જમણા ખભાના ભાગે મારતાં ઇજાઓ થઇ હતી. રમેશને રોહિતને ડાબા હાથના ભાગે લાકડી મારી ઇજાઓ પહોંચાડી હતી તથા અજયને અનિલે ધારિયાનો ઘા પગમાં ઝીંકતા ઇજાઓ થઇ હતી.
ત્યારબાદ વિષ્ણુ વસાવાના ઘરમાં ઘૂસી જઈ ટોળામાંના કોઈક ઇસમોએ વિષ્ણુભાઇ વસાવાને માથાના ભાગે તથા કાન્તી વસાવાને માથાના ભાગે ધારીયાના ઘા ઝીંકી દેતા વિષ્ણુભાઇ તથા કાન્તીભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ૧૦૮ દ્વારા ખસેડાયા હતા જ્યારે એક ઇજાગ્રસ્તને વધુ સારવાર અર્થે વડોદરા એસ એસ જી ખાતે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા કરજણ પોલીસ કાફલો કોલિયાદ ખાતે દોડી ગયો હતો. હુમલા સંદર્ભે નિલેષ છોટુ વસાવાએ ૨૧ ઈસમો વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હુલ્લડનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગતરાત્રીના સર્જાયેલી હિંસક ઘટનાને પગલે ટચુકડા કોલિયાદ ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
નાથની નગર ચર્યા: સી.એમ.ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરાવી રથયાત્રાનું...
1 July 2022 1:52 AM GMTઅમદાવાદ: 145મી રથયાત્રા પૂર્વે મંગળા આરતી સંપન્ન, કેન્દ્રિય ગૃહમંત્રી...
1 July 2022 12:34 AM GMTભરૂચ : રથયાત્રા રૂટ પર પોલીસે યોજયું રિહર્શલ, આવતીકાલે 4 સ્થળે યોજાશે ...
30 Jun 2022 4:56 PM GMTરાજયમાં આજે 547 નવા પોઝિટિવ કેસ નોધાયા, 419 દર્દીઓ થયા સાજા
30 Jun 2022 4:47 PM GMTઅમદાવાદ: કોંગ્રેસ અને આપના આગેવાનો પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શને,...
30 Jun 2022 2:11 PM GMT