Top
Connect Gujarat

કરજણ : ખાતર કૌભાંડ મામલે તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી કરાઇ જનતા રેડ

કરજણ : ખાતર કૌભાંડ મામલે તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી કરાઇ જનતા રેડ
X

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી જનતા રેઇડ કરાઇ

ખાતરની બોરીમાં વજન ઓછું નીકળતા ખેડૂતોએ હોબળો મચાવ્યો

તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડુતોને સાથે રાખી ખાતર કોંભાંડ મુદ્દે

મામલતદારને આવેદન સુપ્રત કરાયું

હાલ રાજ્યભરમાં ખાતરની થેલીમાં વજન બાબતે ઠેર ઠેર ખેડૂતો દ્વારા બૂમો ઉઠવા પામી છે. સરકારે પણ ખાતરના મુદ્દાને ગંભીરતાથી લઇ તપાસના આદેશ આપ્યા છે. ત્યારે સોમવારના રોજ કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કરજણ તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય અક્ષય પટેલે કોંગી કાર્યકરો તેમજ ખેડૂતોને સાથે રાખી જનતા રેઇડ કરી હતી.

કરજણ બજાર સમિતિ ખાતે આવેલ જી એસ એફ સી ના ખાતરના ગોડાઉન પર ખેડૂતોએ ખાતરની બેગનું વજન કરાવતા વજન ઓછું નીકળતા ખેડૂતોએ હોબળો મચાવ્યો હતો.

કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડુતોને સાથે રાખી ખાતર મુદ્દે એક આવેદનપત્ર પણ મામલતદારને સુપ્રત કર્યું હતું. હાલ તો ખાતરના વજનનો સમગ્ર મુદ્દો ગુજરાતભતમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

Next Story
Share it