Connect Gujarat
ગુજરાત

કરજણ : જયાં માણસો કરતાં પોલીસ વધારે હોય ત્યાં સમજો તમારી લડાઇ સાચી છે

કરજણ : જયાં માણસો કરતાં પોલીસ વધારે હોય ત્યાં સમજો તમારી લડાઇ સાચી છે
X

વડોદરા સુગરના સભાસદો દ્વારા ચાલી રહેલ‍ા પાંચ દિવસના

પ્રતિક ઉપવાસના અંતિમ દિવસે હાર્દિક પટેલે સમર્થન આપતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા

મળ્યો હતો…

વડોદરા જિલ્લાની સૌથી મોટી સુગર ફેક્ટરી ગણાતી વડોદરા

સુગરમાં ખેડૂતોના શેરડીના પીલાણના નાણાં ન મળતાં સભાસદોએ વડોદરા સુગર સામે બાંયો

ચઢાવી પાંચ દિવસના પ્રતિક ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે. જે અંતર્ગત શનિવારના

રોજ યુવા નેતા હાર્દિક પટેલ પણ ગંધારા

સુગર ખાતે ખેડૂતોના સમર્થનમાં આવી પહોંચ્યા હતા.હાર્દિક પટેલે કરજણના પૂર્વ

ધારાસભ્ય સતિષ પટેલ પર ૧૫ કરોડ રૂપિયાનો બંગલો બનાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ૨,૨૦૦ ખેડૂતોની લડાઇમાં જેટલા ખેડૂતો હોય એના કરતા

પોલીસ વધુ આવતી હોય તો સમજવાનું કે ખેડૂતોની લડાઇ સાચી છે. વધુમાં તેઓેએ જણાવ્યું

હતું કે વડોદરા સુગરમાં ખેડૂતોના જે નાણાં સલવાયા છે. તેને અમે ટેકો આપવા આવ્યા

છીએ ખેડૂતોની માંગણી બિલકુલ વ્યાજબી છે. જો સરકાર અને સંસ્થા ખેડૂતોને નાણાં આપવા

ન માંગતી હોય તો અમે સરકાર સામે મજબુતાઇથી અવાજ ઉઠાવીશું. ખેડૂતોને ન્યાય મળશે એવો

પ્રયાસ કરીશું.

Next Story
Share it