વડોદરાના કરજણ તાલુકાના ફતેપુરા ગામમાં દ્રાક્ષ આરોગ્યા બાદ બાર જેટલા બાળકોને ખોરાકી ઝેરની અસર થતા ભારે અફરાતફરી સાથે ગભરાટનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના ફતેપુરા ગામમાં ગતરાત્રે દ્રાક્ષ આરોગ્યા બાદ બાર બાળકોને ખોરાકી ઝેરની અસર થવા પામી હતી.

બાળકોને ખોરાકી ઝેરની અસર થયાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સને કરાત કરજણ તેમજ મેથીની ૧૦૮ એમ્બ્યુલન્સો ફતેપુરા ગામે પહોંચી ખોરાકી ઝેરની અસર હેઠળ આવેલા ૧૨ જેટલા બાળકોને સારવાર માટે નજીકની મેથી હોસ્પિટલમાં ખેસેડ્યા હતા. જયારે ચાર જેટલા બાળકોને વધુ સારવાર અર્થે વડોદરા એસ એસ જી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

LEAVE A REPLY