Top
Connect Gujarat

કરણ જોહર અમિતાભ, રણબીરને લઈને ફિલ્મ બનાવશે

કરણ જોહર અમિતાભ, રણબીરને લઈને ફિલ્મ બનાવશે
X

દિવાળીનો લાભ લઈને કરણ જોહર એના પટારામાંથી એક પછી એક ફિલ્મોની ઘોષણા કરી રહ્યો છે. થોડા દિવસ પહેલાં અક્ષય કુમાર સાથે ''કેસરી'' ફિલ્મની ઘોષણા કર્યા બાદ કરણ જોહરે વધુ એક ફિલ્મ ''બ્રહ્માસ્ત્ર''નું એલાન કરી દીધું છે. આ ફિલ્મનું નામ પહેલાં 'ડ્રેગન' રાખવામાં આવ્યું હતું, જેને બદલીને 'બ્રહ્માસ્ત્ર' કરવામાં આવ્યું છે.

આ ફિલ્મમાં રણબીર કપુર, આલિયા ભટ્ટ ઉપરાંત અમિતાભ બચ્ચન મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. અયાન મુખર્જી ફિલ્મનું દિગ્દર્શન કરશે અને ૨૦૧૯ના ઓગસ્ટ મહિનામાં રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મની પટકથા 'ફેન્ટસી એડવેન્ચર' પર આધારિત હશે જેને ત્રણ ભાગમાં રિલીઝ કરવામાં આવશે. બીગ બીના જન્મદિવસને દિવસે આ ફિલ્મની ઘોષણા કરણ તરફથી બીગબીને ૭૫માં જન્મદિવસ ભેટ માની શકાય.

Next Story
Share it