Top
Connect Gujarat

કરીના કપૂર મરાઠી ફિલ્મ 'આપલા માનુષની હિંદી રિમેકમાં કામ કરશે

કરીના કપૂર મરાઠી ફિલ્મ આપલા માનુષની હિંદી રિમેકમાં કામ કરશે
X

કરીના કપૂર લાંબા સમયથી રૃપેરી પડદે દેખાણી નથી. ગર્ભાવસ્થા દરમિયાન હાથમાં લીધેલ ફિલ્મોમાં જ કામ કર્યું હતું અને નવી ફિલ્મો સાઇન કરવાનું બધ કરી દીધું હતું. જોકે તે જલદી જ ફિલ્મ વીરે દી વેડિંગમાં જોવા મળશે.

આ મરાઠી ફિલ્મની વાર્તા એક પિતા, પુત્ર અને પુત્રવધુના સંબંધોને તાર્દશ કરે છે. પિતાને લાગે છે કે તેની પુત્રવધુના કારણે બાપ-દીકરા વચ્ચે અંતર વધી ગયું છે. પુત્ર આ બન્નેની વચ્ચે સ્થિરતા લાવવાનો પ્રયાસ કરે છે. વાત એ દરમિયાન બગડે જ્યારે પિતા બાલકનીમાંથી નીચે પડતાં કોમામાં સરી જાય છે. પ્રથમ તો આ દુર્ઘટના હોવાનું લાગે છે. પરંતુ પછીથી આ ઘટનાને આપઘાત અને મર્ડર તરીકે પણ જોવામાં આવે છે. આ ફિલ્મમાં પોલીસ્ની ભૂમિકા નાના પાટેકરે ભજવી જ્યારે પુત્રનો રોલ સુમિત રાઘવને અદા કર્યો છે.

Next Story
Share it