Connect Gujarat

કાગળમાં લપેટીને ખાદ્ય પદાર્થ ખાવાથી ગંભીર બીમારીની શક્યતા

કાગળમાં લપેટીને  ખાદ્ય પદાર્થ ખાવાથી  ગંભીર બીમારીની શક્યતા
X

નાસ્તાની લારીઓ, ફૂટપાથ સહિત છૂટક વેચાતી ખાદ્ય પદાર્થોની વસ્તુઓ ને સામાન્ય રીતે અખબારના કાગળ કે કાર્ડ બોર્ડમાં લપેટીને વેચવામાં આવે છે અને આ વસ્તુઓ આરોગવા થી ગંભીર બીમારીનો ભોગ બની શકાય છે. તેવુ એક સર્વેક્ષણ થકી બહાર પાડવામાં આવ્યુ છે.

જાણવા મળ્યા મુજબ ખાદ્ય અને ખાદ્ય સંરક્ષણ અને માનક ઓથોરિટી એ ખાવા પીવાનો સામાન કાગળ, અખબારના કાગળમાં કે કાર્ડ બોર્ડ તેમજ રિસાયકલ કાગળમાં લપેટીને વેચવા પર પ્રતિબંધની માંગ કરી છે.

કાગળમાં લપેટીને  ખાદ્ય પદાર્થ ખાવાથી  ગંભીર બીમારીની શક્યતા

આ ઓથોરિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં રાજ્યોને જણાવવામાં આવ્યુ છે કે ઘણી બધી ખાદ્ય સામગ્રી અખબારના કાગળમાં લપેટીને વેચવાની પ્રથા વર્ષો જુની આપણા ત્યાં ચાલતી આવે છે ત્યારે અખબાર કે રિસાયકલ કાગળમાં લપેટીને વેચવામાં આવતી આવી ખાદ્ય વસ્તુઓમાં તેની સાંહી, કલર, પીગમેન્ટ, સહિતની વસ્તુઓ ચોંટવાના કારણે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

તેથી લોકોને હવે ખાદ્ય પદાર્થોને અખબારના કાગળ, રિસાયકલ પેપર, તેમજ રિસાયકલ કાર્ડ બોર્ડમાં લપેટીને ન વેચવા તેમજ કાગળમાં બાંધેલી વસ્તુઓ ન આરોગવા માટે જાગૃત કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.

Next Story
Share it