Connect Gujarat
દેશ

કામમાં સફળતા પ્રાપ્ત કરવાનુ પર્વ એટલે કાળીચૌદશ-રૂપચૌદશ

કામમાં સફળતા પ્રાપ્ત કરવાનુ પર્વ એટલે કાળીચૌદશ-રૂપચૌદશ
X

મંગળવારે કાળીચૌદશ પનોતી ઉતારવા માટે શ્રેષ્ઠ દિવસ

કાળીચૌદશ એટલે આસુરી શકિત પર દૈવીય શકિતના વિજયનું પર્વ તેમજ વિચલિત મનને સ્થિર કરવાનું, મનોબળ વધારવાનું પર્વ છે. આ દિવસે રાક્ષસોના ત્રાસમાંથી મુકિત મેળવવા માટે શકિત ઉપાસના કરવામાં આવે છે. મહાકાલીની ઉપાસના કરવાથી આદ્યાત્મિક પ્રગતિ થાય છે અને આવનારા સંકટોમાંથી વ્યકિત બચી શકે.

આ વર્ષે સંવત ૨૦૭૩ આસો વદ ચૌદશ બુધવાર ને તા. ૧૮-૧૦-૨૦૧૭ ના દિવસે ઉત્તરાફાલ્ગુની, હસ્તનક્ષત્ર અને ઐન્દ્ર,વૈદ્યૃતિ યોગ છે. આ દિવસે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે. બુધની રાશિમાં ચંદ્ર હોવાથી તેમજ આ કાળી ચૌદશના દિવસે બુધવાર હોવાથી બુદ્ધિમત્તાપૂર્વક, ચતુરાઇપૂર્વક પ્લાનિંગ કરી રોગ અને સ્વાર્થીજનો પર વિજય મેળવી શકાય. કાળીચૌદશને નરક ચતુર્દશી, રૂપ ચૌદશ પણ કહેવામાં આવે છે.

કાળી ચૌદશના દિવસે હનુમાનજી, ભગવાન ઘંટાકર્ણ, મહાવીર ભગવાન, બટુક ભૈરવની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. આ દિવસે વિશેષ મંત્ર જપ અનુષ્ઠાન કરવાથી આત્મવિશ્વાસ વધે છે. અને કષ્ટમય દિવસોમાં માનસિક શાંતિ અનુભવાય. કાળીચૌદશના દિવસે ખાસ કરીને માઁ કાળી ની ઉપાસના કરવાનો વિશેષ મહત્વ પણ શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યુ છે.

જયોતિષાચાર્યના કહેવા મુજબ કાળી ચૌદશે તેલ માત્રમાં લક્ષ્મીની અને જળમાત્રમાં ગંગાજીનો વાસ હોય છે. આ દિવસે સંધ્યા સમયે તેલમાં તળેલા વડાને ઘરના સભ્યોના માથેથી ઉતારીને ચાર રસ્તે મૂકવામાં આવે છે અથવા ગરીબજનોને ખવડાવવામાં આવે છે. શાસ્ત્રીય માન્યતા પ્રમાણે આ રીતે કરવાથી ઘરમાંના અનિષ્ટ તત્વ દૂર થાય છે આ દિવસે સુંદરકાંડ, હનુમાન ચાલીસા, હનુમાન કવચના પાઠ કરવામાં આવે છે.

આ દિવસે મહૂડી તીર્થમાં મહાયજ્ઞ થાય છે. મંત્ર અને મંત્રની વિધિના જાણકારોએ જ જપ- અનુષ્ઠાન કરવા જોઇએ. અન્યથા મંત્રના ઉચ્ચારણમાં ભૂલ થતાં લાભની જગ્યાએ હાનિ પણ થતી જોવા મળે છે. કોઇપણ મંત્રના સતત જપ કરવાથી એ ધ્વનિનો પ્રભાવ મન-મગજ, સ્વાસ્થ્ય અને વાતવરણ પર થાય છે. તે રીતે વ્યકિત વધુ ઉત્સાહી બની સર્જનાત્મક ક્ષેત્રમાં વધુ સફળતા મેળવે છે.

Next Story