કામરેજ : પેટ્રોલ ભરાવવા આવેલાં બાઇક ચાલકે કર્મચારી સાથે કરી મારપીટ, જુઓ સીસીટીવી ફૂટેજ
BY Connect Gujarat10 Dec 2019 12:46 PM GMT

X
Connect Gujarat10 Dec 2019 12:46 PM GMT
સુરતના કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં આવેલાં વામદોત
પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા આવેલાં બાઇક સવારો અને પંપના કર્મચારી વચ્ચે થયેલી
મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે.
કામરેજ ચારરસ્તા પર આવેલા વામદોત પેટ્રોલ પંપ પર
ગઈકાલે સાંજે બાઇક પર સવાર બે યુવાનો પેટ્રોલ ભરાવવા માટે આવ્યાં હતાં. તેમણે ૫૦
રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યું હતું અને બાદમાં પેટ્રોલ ઓછું આપ્યું છે કહી પેટ્રોલ
ભરનાર કર્મચારી સાથે ઝગડો કરી તેની સાથે ઝપાઝપી કરી હતી. મારામારીની સમગ્ર ઘટના પેટ્રોલ પંપ
ના સીસીટીવી માં કેદ થઇ ગઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે આ બંને યુવાનોની પોલીસે
ધરપકડ કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને યુવકો એ અગાઉ પણ આજ પેટ્રોલ પંપ પર પૈસા બાબતે ઝગડો કરી ચુકયાં છે.
Next Story