Top
Connect Gujarat

કાયદાકીય વિવાદમાં અટવાયેલી જૂલી - ટુ 24 નવેમ્બરે રિલીઝ થશે

કાયદાકીય વિવાદમાં અટવાયેલી જૂલી - ટુ   24 નવેમ્બરે રિલીઝ થશે
X

કાનૂની વિવાદમાં સપડાયેલી દક્ષિણની ગ્લેમરસ સ્ટાર રાય લક્ષ્મી અભિનીત ફિલ્મ જૂલી ટુની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.

જૂલી - ટુ

ફિલ્મ જૂલી ટુ 24 નવેમ્બરે ભારતભરમાં રિલીઝ થવાની છે. વર્ષ 2004માં આવેલી ફિલ્મ જૂલીનાં નિર્માતા એન આર. પચિસિયાએ જૂલી ટુનાં નિર્માતા સામે કોપીરાઇટ ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો હતો. જેને પગલે ફિલ્મની રિલીઝ ત્રણવાર પાછી ઠેલાઇ હતી.

જૂલી - ટુ

ફિલ્મનાં નિર્માતા અને પૂર્વ સેન્સર બોર્ડ પ્રમુખ પહલાજ નિહલાનીએ દિગ્દર્શક દીપક શિવદાસાનીને વળતર આપવું પડયું છે. ફિલ્મ જૂલી ટુ પહેલા સેન્સર બોર્ડ, બાદમાં કોર્ટ કેસમાં સપડાઇ હતી. રાય લક્ષ્મી અભિનીત આ ફિલ્મમાં અનેક બોલ્ડ દૃશ્યો હોવાના કારણે ફિલ્મ ચર્ચાસ્પદ બની છે.

Next Story
Share it