Connect Gujarat

કારતક સુદ એકાદશી થી થઇ શુભ કાર્યોની વિધિવત શરૂઆત 

કારતક સુદ એકાદશી થી થઇ શુભ કાર્યોની વિધિવત શરૂઆત 
X

કારતક સુદ એકાદશી ને પ્રબોધીની એકાદશી પણ કહેવામાં આવે છે.દેવ પોઢી એકાદશી બાદ ભગવાન પોતાના શયન ખંડમાં પોઢી જતા હોય છે જયારે આ એકાદશીએ ભગવાન શયન માંથી ઉઠે છે તેથી દેવ ઉઠી અગિયારસ થી શુભ કાર્યનો મંગલ પ્રારંભ પણ થાય છે.

when_is_tulsi-vivah_in_2016

પ્રબોધીની એકાદશીથી દેવ વિવાહનો પણ પ્રારંભ થાય છે.અગિયારસ થી પુનમ સુધી તુલસી પુજનથી દેવ વિવાહનો પ્રારંભ થઈને પાંચમાં દિવસે એટલે કે પુનમના શુભ દિન દેવ દિવાળી સુધી તુલસીજીના લગ્નનો પ્રસંગ ઉજવવામાં આવતો હોવાનું જાણવા મળ્યુ છે.તુલસીના છોડ ને દેવતુલ્ય માનવામાં આવે છે અને દરેક ઘર-પરિવારમાં તુલસીના છોડનું પૂજન અર્ચન પણ કરવામાં આવે છે.તુલસીજીના અન્ય નામો વૃંદા અને વિષ્ણુપ્રિયા પણ છે.

06_01_2016-06ascendant

ભગવાન વિષ્ણુ અને તુલસીજીનું પૂજન અર્ચન કરવાનું પણ ભક્તોમાં અનેરુ મહત્વ છે.તુલસી વિવાહના પ્રારંભ સાથે જ શુભ કાર્યોની શરૂઆત અને લગ્નસરાની મોસમ પણ પૂરબહારમાં ખીલી ઉઠશે.

કારતક સુદ એકાદશીના પ્રસંગે મંદિરોને સાજ શણગાર કરવામાં આવ્યા છે,ભક્તો દ્વારા પણ એકદાશીનું વ્રત કરીને ભગવાન વિષ્ણુ ની ભક્તિમાં લીન બન્યા છે.ભગવાનના દર્શન અર્થે ભક્તોની ભીડ મંદિરોમાં ઉમટી રહી છે.

Next Story
Share it