Connect Gujarat
ગુજરાત

કાલાવડ ધોરાજી હાઈવે પર અકસ્માત, 6ના મોત અને 1 ગંભીર

કાલાવડ ધોરાજી હાઈવે પર અકસ્માત, 6ના મોત અને 1 ગંભીર
X

રાજકોટના કોટક પરિવારના સભ્યોને કાલાવડના સુરાપુરા બાપાના દર્શન અર્થે જતી વખતે માર્ગમાં જ કાળ ભરખી ગયો હતો, અને ધોરાજી હાઇવે પર પરિવારની કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 6 સભ્યોના કરુણ મોત નિપજ્યા હતા જયારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

રાજકોટ શહેરના કોટક પરિવારન 12 જેટલા સભ્યો સુરાપુરા બાપાના દર્શનાર્થે કાલાવડ તાલુકાના સાતુદડ ગામે જઈ રહ્યા હતા. ત્યારે કાલાવડ ધોરાજી હાઈવે પાસે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. કોટક પરિવારનાના ફિગો કારમાં સાત વ્યક્તિઓ સવાર હતા. અને તેઓની કાર ધોરાજી હાઇવે પરથી પસાર થઇ રહી હતી ત્યારે એસટી બસ સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા માર્ગ અકસ્માત માં એકજ પરિવારના 6 સભ્યો કરુણ મોતને ભેટતા કોટક પરિવારનો માળો પીંખાય ગયો હતો. જયારે ઘટનામાં એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા સારવાર રહે લઇ જવામાં આવ્યા હતા.

unnamed-3

મૃત્કોના નામ:

ઘારાબેન અક્ષયભાઈ કોટક

નિધી મનસુખભાઈ કટારીયા

નિતેશ મનસુખભાઈ કટારીયા

ઈશીતા અક્ષયભાઈ કોટક

મિત રસિકભાઈ કોટક

આહુતી સંજયભાઈ અનડકટ

જ્યારે ટીના નામની 16 વર્ષિય દીકરીનો બચાવ થયો હતો. જો કે તેની હાલત ગંભીર હોય તેથી તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

Next Story