Connect Gujarat

કાલોલ : નવા બજારની બે દુકાનોમાં લાગી આગ

કાલોલ : નવા બજારની બે દુકાનોમાં લાગી આગ
X

કાલોલ સુમારે બસ સ્ટેશન સામેના ભરચક એવા નવા બજારમાં બે દુકાનોમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે

બન્ને દુકાનો પૈકી પહેલાં ઈલેક્ટ્રોનિક દુકાનમાં કોઈ અગમ્ય કારણોસર લાગેલી આગને

પગલે બાજુમાં આવેલ શ્રીજી બેંગલસ નામની કટલરીની દુકાનને પણ ઝપેટમાં લેતા સ્થિતિ

વણસી હતી. જેથી આગના બનાવને શહેરના ફાયરવિભાગને ફોન કરતા નગરપાલિકાની મીની ફાયરવિભાગની ગાડી આવી પોહચી હતી. પરંતુ દુર્ભાગ્યે તેમાં ફક્ત ડ્રાઇવર સિવાય કોઈ

ફાયર ફાઈટર કર્મચારી જોવા ન મળતા સમયનો વિલંબ કર્યા વિના સ્થાનિક લોકોએ બંબાની

પાણીની પાઈપ લઈને આગ બુજાવવાનું કામ શરૂ કરી દેવાની નોબત સર્જાઈ હતી.

આ ઘટનાની જાણકારીને પગલે

સ્થાનિક પોલીસ, મામલતદાર અને

એમ.જી.વી.સી.એલના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં

નગરપાલિકા દ્વારા બીજી ફાયરવિભાગની ગાડી મગાવતાં એક કલાકના સઘન પ્રયાસોથી અંતે આગ કાબુમાં આવી જતાં

તંત્ર સહિત સૌને રાહત થઈ હતી. જોકે આગની લપેટમાં બન્ને દુકાનો પૈકી કટલરીનો

મોટાભાગનો સમાન ભસ્મીભૂત બન્યો હતો, સદભાગ્યે

કોઈ મોટી જાનહાનિ નહીં થતાં તંત્રએ અને નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story
Share it