Connect Gujarat
ગુજરાત

કાવી: NSS યુનિટ દ્વારા BNHS સોસાયટી અને ONGCનાં સયુકત ઉપક્રમે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

કાવી: NSS યુનિટ દ્વારા BNHS સોસાયટી અને ONGCનાં સયુકત ઉપક્રમે સ્વચ્છતા હી સેવા  કાર્યક્રમ યોજાયો
X

સાર્વજનિક હાઈસ્કૂલ કાવીમાં તારીખ ૨૫ અને ૨૬ ના રોજ ઈકો ક્લબના કનવીનર પટેલ કદીર અને જગદીશભાઈ NSS ઈનચાર્જ યુનિટ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ સંસ્થા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (BNHS) દ્વારા આયોજિત અને ONGC કંપનીનાં આર્થિક સહયોગથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત કાવી ગામમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ગામનાં સરપંચ અલ્લી સખીદાસના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું. આ રેલીમાં આશરે ૧૫૦ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. રેલીનો મુખ્ય હેતુ ગામના લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવા માટેનો હતો. વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગેના સુત્રો પોકાર્યા હતાં.

જયારે બીજા દિવસે આશરે

૮૦ જેટલા વિદ્યાર્થી અને સ્વયંસેવકો દ્વારા કંબોઈના દરિયા કિનારે સફાઈ કરવામાં આવી

હતી. સફાઈ દરમિયાન એકઠા થયેલ ઘન કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ

કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાનમાં

અનોખું યોગદાન આપ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં આચાર્ય અને શિક્ષકોનો સહયોગ

સરાહનીય અને બિરદાવવા લાયક હતો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા બોમ્બે નેચરલ

હિસ્ટ્રી સોસાયટી તરફથી વિદ્યાર્થીઓને કીટ તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સાર્વજનિક હાઈસ્કૂલ કાવીમાં ઈકો ક્લબના કનવીનર અને NSS યુનિટ દ્વારા BNHS સોસાયટી ONGC કંપની નાં સયુકત ઉપક્રમે સ્વચ્છ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાવી કેળવણી મંડળના ચેરમેને પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.

Next Story
Share it