Connect Gujarat

કાશ્મીરમાં હિમપ્રાપ્તથી દેશના 15 જવાનો શહીદ

કાશ્મીરમાં હિમપ્રાપ્તથી  દેશના 15 જવાનો શહીદ
X

કાશ્મીરના બાંદીપુર નજીક દેશના જવાનો પેટ્રોલીંગ કરી રહ્યા હતા, તે વખતે હિમવર્ષાના તોફાનમાં તેઓ ફસાઈ ગયા હતા. જોકે બચાવ દળે બચાવની કામગીરી હાથ ધરી હતી અને ફસાયેલા જવાનોને બહાર કાઢયા હતા પરંતુ આ ઘટનામાં 15 જેટલા જવાનો શહીદ થયા હતા.

આ બનાવના સમાચાર વાયુવેગે પ્રસરી જતા જવાનોના કુટુંબીજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ, આ ઘટનામાં ગુજરાતના ગોધરા તાલુકાના ઓરવાડા ગામના સુનીલ પટેલ નામનો જવાન પણ શહીદ થયો હતો અંગે તેના પિતાએ પુત્રને ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે સાથે એક શહીદ જવાનના પિતા હોવાનો ગર્વ કર્યો હતો.

Next Story
Share it