Connect Gujarat
ગુજરાત

કાશ્મીરમાં 370ની કલમને લઈને ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોદી સરકારનો માન્યો આભાર

કાશ્મીરમાં 370ની કલમને લઈને ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોદી સરકારનો માન્યો આભાર
X

રાજ્યસભાની શરૂઆત થતાં જ ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 હટાવવા અને J&Kના પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આમ, મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો છે.

આમ હવે લદ્દાખ અલગ રાજ્ય બનશે. આ સાથે જ અમિત શાહે બંને રાજ્યોને કેન્દ્ર શાસિત બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. અમિત શાહની આ જાહેરાત પછી વિપક્ષે ખૂબ હોબાળો કર્યો હતો. ત્યારે આ મામલે ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રતિક્રિયા સામે આવી હતી. સુરત ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા આવેલા પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભાજપે ચૂંટણી ઢંડેરાંમાં આની જાહેરાત કરી હતી અને તે આજે પૂર્ણ કર્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ નિર્ણય ઐતિહાસિક છે. તેનું સ્વાગત કરીએ છીએ અને અમિત શાહને અભિનંદન આપીએ છીએ

Next Story
Share it