Top
Connect Gujarat

કૃણાલ કપૂરની ફિલ્મ ‘વિરમ’નું પોસ્ટર થયું રીલિઝ

કૃણાલ કપૂરની ફિલ્મ ‘વિરમ’નું પોસ્ટર થયું રીલિઝ
X

ફિલ્મ અભિનેતા કૃણાલ કપૂર હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘વિરમ’ની શૂટીંગમાં વ્યસ્ત છે. ફિલ્મ મેકર્સે વિરામનું પોસ્ટર જાહેર કરી દીધું છે. આ અંગે કૃણાલે પણ ટ્વિટ કર્યુ હતું.

veeram

ફિલ્મના પોસ્ટરમાં કૃણાલ કપૂર એક યોદ્ધાના રૂપમાં દેખાઇ રહ્યા છે. આ ફિલ્મનું ડાયરેક્શન જયરાજ કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા કુખ્યાત યોદ્ધા ચાંતુ ચેકાવર પર આધારિત છે.

‘વિરમ’ ફિલ્મ હિન્દી, મલયાલમ અને અંગ્રેજી ત્રણ ભાષાઓમાં બનાવવામાં આવી રહી છે. ફિલ્મના શૂટીંગ માટે 13મી સદીનો ખાસ સેટ કેરલમાં ઉભો કરવામાં આવ્યો છે. ફિલ્મમાં એક્શન, મેકઅપ, મ્યુઝિક અને કલરિંગ માટે હોલિવૂડમાંથી ટેકનિશ્યન બોલાવવામાં આવ્યા છે.

આમિર ખાનની હીટ ફિલ્મ ‘રંગ દે બસંતિ’માં ચમકીને લાઇમ લાઇટમાં આવનાર કૃણાલ કપૂરને આ ફિલ્મથી ઘણી આશાઓ છે.

Next Story
Share it