Connect Gujarat
ગુજરાત

કૃષિ સંશોધન કેન્દ્ર તણછા ખાતે ખેડૂત શિબિર યોજાઇ

કૃષિ સંશોધન કેન્દ્ર તણછા ખાતે ખેડૂત શિબિર યોજાઇ
X

કૃષિ સંશોધનકેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી તણછા અને સરદાર સરોવર નર્મદા નિગમ લી. ગાંધીનગર ધ્વારા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કૃષિ સંશોધનકેન્દ્ર, તણછા ખાતે ખેડૂત શિબિર સરદાર સરોવર નર્મદા નિગમ ગાંધીનગરના કાર્યવાહક સંચાલક(કૃષિ) આર.વી.મારવીયાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ શિબિરમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના સહસંશોધન નિયામક ડૉ. કે.એ.પટેલ, મેગાસીડ નવસારીના મદદનીશ પ્રાધ્યાપક ડા÷. રોનક, કોલેજ ઓફ એગ્રીકલ્ચર - ભરૂચના સહપ્રાધ્યાપક ડૉ.. ડી.ડી.પટેલ, કૃષિ સંશોધન કેન્દ્ર તણછાના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડા÷. વી.પી.રાય, ખેતીવાડી અધિકારી અંકિત ગઢિયા સહિત આશરે બત્રીસ જેટલાં ખેડૂત મિત્રોએ ભાગ લીધો હતો.

ખેડૂત શિબિરમાં કૃષિ સંશોધન કેન્દ્ર તણછા ધ્વારા નર્મદા નિગમના સહયોગથી નિદર્શનના ભાગરૂપે દિવેલાના પાકનું નિદર્શન અને તેની કિટનું ખેડૂતોના ખેતર પર નિદર્શન ગોઠવવા સારૂ વિતરણ કરવામાં આવેલ હતું.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સરદાર સરોવર નર્મદા નિગમ ગાંધીનગરના કાર્યવાહક સંચાલક(કૃષિ) આર.વી. મારવીયાએ જણાવ્યું હતું કે, નર્મદા પિયત વિસ્તારના ખેડૂતોના સિંચિત ખેતી પરત્વે જાગૃતિ કેળવવાના હેતુથી જુદા જુદા બાર નિદર્શન કેન્દ્ર ખાતે નિદર્શન અને તાલીમ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેના ભાગરૂપે તણછા સંશોધન કેન્દ્ર ખાતેથી ખેડૂતના ખેતર પર નિદર્શન આપવામાં આવે છે. તેમણે યોજનાનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં ખેડૂતોને ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવવાની તરકીબો તેમજ આવક બમણી કરવાના ઉપાયો અંગે વિસ્તૃત સમજણ આપી હતી. તેમણે ખેડૂત મિત્રને કોઇ પણ તાલીમ કે શિબિરમાં જાવ તો નિષ્ણાંતો ધ્વારા મળતી સલાહ સુચનો નોટમાં નોîધ કરવી જાઇએ તેવી સલાહ આપી હતી. ખેડૂત મિત્રોને પોતાના આવક-જાવકનો ચોક્કસ હિસાબ રાખી ખેતીમાં વધારાનો ખર્ચ અટકાવવા પર ખાસ ભાર મુક્યો હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="103615,103616,103617,103618,103619,103620,103621,103622"]

નવસારી કૃષિ યુનિવર્સિટીના સહ સંશોધન નિયામક ડૉ. કે.એ.પટેલે ખેતી પાકોમાં રોગ અને જીવાત નિયંત્રણ અંગે ખેડૂતોને વિસ્તૃત સમજ આપી હતી. તેમણે ગાય આધારિત ખેતી અને ઓર્ગેનિક ખેતી તરફ વળવા ખેડૂતોને અનુરોધ ર્ક્યો હતો. ઉપરાંત રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓના વધુ પડતા વપરાશને લીધે થતા નુકશાન વિશે સમજણ આપી હતી. ખેડૂત મિત્રોને પોતાના ખેતર પર કોઇ રોગ કે જીવતાની સમસ્યા હોય તો તેનો ફોટો પાડી મોકલી આપશો તો ૨૪ થી ૪૮ કલાકના સમયગાળામાં યોગ્ય અને ચોક્કસ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું. મેગાસીડ નવસારીના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. રોનક ભક્તાએ દિવેલાની આધુનિક ખેત પધ્ધતિ વિશે સમજણ આપતાં એકાંતર પિયત, પાળીયા પર વાવેતર,એઝેટો બેક્ટર અને પી.એસ.બી. જેવા જૈવિક ખાતરો જેવા બીજ માવજત, દરેક ત્રીજા ચાસમાં ૨૨.૫ સેમી ઊંડીનીક જેવી બાબતોની જાણકારી આપી દિવેલાની સુધારેલ ખેત પધ્ધતિ અપનાવવા અનુરોધ ર્ક્યો હતો.

કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચના સહ પ્રાધ્યાપક ર્ડા. ડી.ડી.પટેલે કપાસ અને તુવેરની આધુનિક ખેત પધ્ધતિ વિશે વિસ્તૃત જાણકારી આપતાં પાળીયા પર વાવેતર, દરેક ત્રીજા ચાસમાં ૨૨.૫ સેમી ઊંડીનીક એકાંતર પિયત, દિવેલી ખોળ, એક ટન/હેક્ટર, નોવેલ સ્પ્રે જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપી. તેમણે પાણીનો યોગ્ય વપરાશ કેવી રીતે કરી શકે તેની તાંત્રિકતા વિશે પણ વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે પશુપાલન ખેતીનું ખુબ અગત્યનું પરિબળ છે તે સાથે ખેતીમાં નવી ટેકનોલોજીનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવા પણ ખેડૂતોને હિમાયત કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ સંશોધન કેન્દ્ર તણછાના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. વી.પી.રાયે સ્વાગત પ્રવચનમાં નિદર્શન અને તાલીમ કાર્યક્રમ અંગે યોજવામાં આવેલ કાર્ય શિબિરની વિસ્તૃત સમજણ આપી હતી. આભાર વિધિ ખેતીવાડી અધિકારી અંકિતભાઇ ગઢિયાએ કરી હતી.

શિબિર બાદ આપેલ નિદર્શનો પરત્વે નિષ્ણાંતો ધ્વારા વ્યક્તિગત ખેડૂતોના જૂથમાં પરામર્શ કરવામાં આવેલ જેમાં દરેક વૈજ્ઞાનિક સાથે પાંચ પાંચ ખેડુતોના ગૃપ બનાવી તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરેલ હતું. શિબિર અગાઉ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે રાજ્ય સરકારના હરિયાળા ગુજરાતના ઝુંબેશના ભાગરૂપે અધિકારીઓ તેમજ ખેડૂત મિત્રો ધ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુલમહોર, સેવન, ગરમાળો જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કૃષિ સંશોધન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી તણછાની સ્થાપના વર્ષ ૧૯૬૫ માં થઇ હતી. ત્યારથી માંડીને આજ દિન સુધી કેન્દ્ર ખાતે ખેતી પાકો જેવા કે જુવાર, ઘઉં, તુવેર, મગ વગેરે પાકો પર સંશોધનની કામગીરી હાથ ધરવામાં આવે છે. વિસ્તરણ પ્રવૃત્તિના ભાગરૂપે વર્ષ - ૨૦૦૨ માં કેન્દ્ર ખાતે સરદાર સરોવર નર્મદા નિગમ ગાંધીનગરના આર્થિક સહયોગથી ખેડૂતોને વૈજ્ઞાનિક પધ્ધતિઓનું નિદર્શન અને તાલીમ પ્રવૃત્તિઓની શરૂઆત કરવામાં આવી હતી જે અંતર્ગત દર વર્ષે ૮૫ જેટલાં ખેડૂતોને વિવિધ પાકોના નિદર્શન આપવામાં આવે છે અને વર્ષમાં ૧૫ જેટલી એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવે છે.

Next Story
Share it