Connect Gujarat
ગુજરાત

કેડિલા ફાર્માના રાજીવ મોદીએ પત્નીનું ગળું દબાવાનો કર્યો પ્રયાસ: પત્નીએ મૂકયા ગંભીર આક્ષેપ…!

કેડિલા ફાર્માના રાજીવ મોદીએ પત્નીનું ગળું દબાવાનો કર્યો પ્રયાસ: પત્નીએ મૂકયા ગંભીર આક્ષેપ…!
X

રાજીવ મોદીના અન્ય સ્ત્રી મિત્ર સાથે સંબંધ હોવાની વાત પત્નીને ખબર પડતા વિરોધ

ફાર્મા ક્ષેત્રની ભારતની અગ્રણી કંપની કેડિલા ફાર્માના સીએમડી રાજીવ મોદી દ્વારા તેમના પત્ની મોનિકા મોદીનું ગળુ દબાવીને હત્યા કરવાના કથિત પ્રયાસને પગલે આ હાઇ પ્રોફાઇલ કપલ વચ્ચેનો વિવાદ ગત સાંજે સાત વાગે સોલા પોલિસ સ્ટેશન પહોંચ્યો હતો.

રાજીવ મોદી અને ગરવારે પોલિએસ્ટર લિમિટેડના ડાયરેક્ટર મોનિકા મોદી બન્ને પોતપોતાના હાઇકોર્ટના સિનિયર વકીલોની ફોજ લઇને સાંજે લગભગ સાત વાગે સોલા પોલિસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ આશરે 6 કલાક માટે બન્ને પક્ષો વચ્ચે સમાધાન માટે ચાલેલો સમજાવટનો દોર નિષ્ફળ જતાં અંતે મોનિકા મોદીએ તેમના પતિ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે — હેઠળ એફઆઇઆર નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પત્ની મોનિકા મોદીએ કરેલી ફરિયાદમાં ઉલ્લેખ મુજબ વૈષ્ણવદેવી સર્કલ નજીક કેડિલાના માલિક રાજીવ મોદીનો બંગલો આવેલો છે. આજે બુધવારના રોજ બપોરના પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી અને આવેશમાં આવીને રાજીવ મોદીએ તેમના પત્નીનુ ગળુ દબાવીને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. હતપ્રભ થઇ ગયેલા મોનિકા મોદીએ ૧૦૦ નંબર પર ડાયલ કરીને પોલીસ બોલાવતા પીસીઆર વાન બંગલે પહોંચી હતી.

પરંતુ બંગલા પર તૈનાત સ્પેશિયલ સિક્યોરિટી ગાર્ડસે પોલીસને પણ અંદર પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે પોલીસે અંદરથી મહિલાની ફરિયાદ આવી હોવાથી તપાસ કરવા જવાનું છે એવી સ્પષ્ટતા કરતાં ગાર્ડે પીસીઆર વાનને અંદર જવા દીધી હતી.

ત્યારબાદ પોલીસે મોનિકા મોદી પાસેથી તેમની ફરિયાદ અંગે જાણકારી મેળવી હતી અને મોનિકા મોદી પણ હાઇકોર્ટના વકીલો સાથે સોલા પોલિસ સ્ટેશન જવા નીકળ્યા હતા. જ્યારે બીજી તરફ રાજીવ મોદી પણ તેમની ઔડી કારમાં સિક્યોરીટી ગાર્ડના કાફલા સાથે સોલા પોલીસ સ્ટેશનમાં આવી પહોચ્યા હતા. તેમના તરફથી પણ ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ્સ પોલિસ સ્ટેશને પહોચ્યા હતા.

રાજીવ મોદીની સાથે આવેલા તેમના પ્રાઇવેટ સિક્યોરીટી એસએસજી (સ્પેશિયલ સિક્યોરીટી ગાર્ડ)એ પોલીસ સ્ટેશનની ફરતે ગોઠવાઇ ગયા હતા. હાઇ પ્રોફાઇલ કેસ હોવાથી પોલીસે પણ રાજીવ મોદી અને મોનિકા મોદીને પોલીસ સ્ટેશનમાં અલગ અલગ રૂમમાં બેસાડીને તેમનું કાઉન્સેલીંગ કર્યું હતુ. બંને તરફથી હાજર રહેલા સિનિયર વકીલોએ પણ પોલીસ સ્ટેશનમાં દંપતીને સમજાવવાના સતત પ્રયત્નો કર્યા હતા.

રાજીવ મોદીના પત્ની મોનિકાબહેન મોદીને પીઆઇની કેબીનમાં મહિલા કાન્સ્ટેબલની રૂબરૂમાં બેસાડીને તેમની પાસેથી માહિતી મેળવવામાં આવી રહી હતી, જ્યારે રાજીવ મોદીને અન્ય રૂમમાં બેસાડી તેમની સમજાવટ કરવામાં આવી હતી.

સોલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગઢવીએ પત્રકારોને ફોટા પાડવાની પણ મનાઇ ફરમાવી દીધી હતી. તો બીજી તરફ પીઆઇ બંદોબસ્તમાં હોવાથી પોલીસ સ્ટેશનમાં આવ્યા જ નહોતા. હાઇપ્રોફાઇલ કેસ હોવા છતાં પોલીસને ફરિયાદ લેતા આંખે દમ આવી ગયો હતો.

મોનિકા મોદીનો આક્ષેપ શુ છે?

પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ રાજીવ મોદી અને તેમના પત્ની વચ્ચે છેલ્લા ત્રણ વર્ષ ખટરાગ ચાલતો હતો. રાજીવ મોદીના અન્ય સ્ત્રી મિત્ર સાથે સંબંધ હોવાની વાત પત્નીને ખબર પડતા તેમણે વિરોધ કર્યો હતો. ઘણા સમયથી આ વાતને લઇને ઘરમાં અવારનવાર ઝઘડાઓ થતાં હતા.

મોનિકા મોદી ગરવારે પોલિએસ્ટરના ડાયરેક્ટર છે

રાજીવ મોદીના પત્ની મોનિકા મોદી મુંબઇ સ્થિત ગરવારે પોલિએસ્ટર લિમિટેડના ડાયરેક્ટર છે અને તેઓ પણ એક હાઇ પ્રોફાઇલ કુટુંબમાંથી આવે છે. ગરવારે પોલિએસ્ટર ઉપરાંત તેઓ અનેક કંપનીના બોર્ડ પર ડાયરેક્ટર તરીકે સેવા આપે છે.

Next Story
Share it