Connect Gujarat
ગુજરાત

કેનાલમાં પાણી ના છોડાતાં ખેડૂતોએ થરાદ ખાતે આવેલી પેટા નર્મદા કચેરીએ પોહચી હોબાળો મચાવ્યો

કેનાલમાં પાણી ના છોડાતાં ખેડૂતોએ થરાદ ખાતે આવેલી પેટા નર્મદા કચેરીએ પોહચી હોબાળો મચાવ્યો
X

થરાદ સહિત સરહદી વિસ્તારમાં નર્મદા કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. જયારે અચાનક નર્મદા કચેરી દ્વારા કેનાલોમાં પાણી બંધ કરાતાં ખેડૂતો રોષે ભરાતાં નર્મદા વિભાગની કચેરીએ પોહચી હોબાળો મચાવ્યો હતો અને પાણી છોડવાની માંગ કરી હતી.

બનાસકાંઠાના થરાદ ગઢ સિસર બ્રાન્ચ અને દૈયપ માઈનોર કેનાલમાં પાણી ના છોડાતાં આજે ખેડૂતો થરાદ ખાતે આવેલી પેટા નર્મદા કચેરીએ પોહચી હોબાળો મચાવ્યો હતો અને તાત્કાલિક કેનાલોમાં પાણી છોડવાની માંગ કરી હતી.ખેડૂતોએ જણાવ્યું કે કેનાલોમાં અષાઢી બીજથી કચેરી દ્વારા પાણી છોડવાની વાત કરતાં ખેતરોમાં પાકની વાવણી કરી દેવાઈ છે મોંઘાભાવના બિયારણ લાવી ખેતરોમાં વાવી દીધાં છે પરંતુ પાણી ના છોડાતાં અમે મુશ્કેલીમાં મુકાઈ ગયા છીએ.

Next Story