Connect Gujarat

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ગિફ્ટ, ડીએમાં 2 ટકાનો વધારો

કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ગિફ્ટ, ડીએમાં 2 ટકાનો વધારો
X

કેન્દ્ર સરકારે ગુરૂવારે મોંઘવારી ભથ્થામાં 2%ના વધારાની જાહેરાત કરીને કર્મચારીઓ અને પેન્શનધારકોને દિવાળીની ગિફ્ટ આપી હતી.

તેનાથી 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 58 લાખ પેન્શનધારકોને તેનો લાભ મળશે. સરકારનો આ નિર્ણય 1 જુલાઇ, 2016થી લાગુ કરવામાં આવશે.

આ અગાઉ સરકારે આ વર્ષે 6 %ની વૃદ્ધિ સાથે ડીએને મૂળ વેતનના 125 ટકા બરાબર કરી દીધું હતું. ત્યારબાદ સાતમા પગાર પંચની ભલામણો લાગુ થવાથી ડીએ અને અગાઉના મૂળ વેતનનો સરવાળો કરીને નવુ મૂળ વેતન કરવામાં આવ્યું હતું. જોકે, કેન્દ્રીય કર્મચારી યુનિયનોની માંગ 2 ના બદલે 3 ટકા ડીએ વધારવાની હતી.

Next Story
Share it