Top
Connect Gujarat

કોંગ્રેસના ધારાસભ્યો પર પૂર્ણ વિશ્વાસ છે: અહમદ પટેલ

કોંગ્રેસના ધારાસભ્યો પર પૂર્ણ વિશ્વાસ છે: અહમદ પટેલ
X

રાજયસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, અને જોડતોડની રાજનીતિ બાદ ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોની ઘર વાપસી થઇ છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો પર અહમદ પટેલે પૂર્ણ વિશ્વાસ હોવાનું મિડીયાને જણાવ્યુ હતુ.

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર છે, અને કોંગ્રેસ માંથી ધારાસભ્યોના રાજીનામા બાદ 42 ધારાસભ્યોને કોંગ્રેસ બેંગ્લુરુ ખાતે લઇ ગઈ હતી, અને નવ દિવસ બાદ ધારાસભ્યોની ઘર વાપસી થઈ છે.

રાજ્યસભામાં કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલે મિડીયાને જણાવ્યુ હતુ કે મને મારા ધારાસભ્યોમાં પૂર્ણ વિશ્વાસ છે. મને નથી સમજાતું કે મને શા માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. જ્યારે એનસીપી કોંગ્રેસને ટેકો આપશે તેમ પણ તેઓએ જણાવ્યુ હતુ. વધુમાં તેઓએ વિરોધીઓ કોંગ્રેસ મુક્ત ભારત જ નહિ પરંતુ લઘુમતી મુક્ત લોકસભા રાજ્યસભા બનાવવા માંગે છે અને એસસી એસટી અનામત પણ રદ કરવા માંગતા હોવાના આક્ષેપો અહમદ પટેલે કર્યા હતા.

Next Story
Share it