અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને હાઇકોર્ટમાંથી મળી રાહત છે. બનાસકાંઠામાં નોંધાયેલ ફરિયાદ પર ટ્રાયલ ચલાવવા સ્ટે મુક્વામાં આવ્યો છે. બનાસકાંઠાના તત્કાલિન SP નીરજ બડગુજરે માનહાનીની ફરીયાદ નોંધાવી હતી. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાયલ ન ચલાવવા આદેશ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે બનાસકાંઠાના SP સામે અલ્પેશ ઠાકોરે કરેલા આક્ષેપ મામલે અલ્પેશ ઠાકોરે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અલ્પેશ ઠાકોરે તેની સામે થયેલી ફરિયાદ રદ્દ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાના SP સામે જાહેરસભામાં આક્ષેપ કર્યા હતા. બાદમાં તત્કાલીન SP નીરજ બડગુજરે દારુબંધીને લઈને અલ્પેશે કરેલા પ્રહારો મામલે માનહાનીની ફરિયાદ કરી હતી. SP નીરજ બડગુજરે અલ્પેશ ઠાકોર સામે માનહાનિનો દાવો કર્યો હતો.જે બાબતે આજે અલ્પેશ ઠાકોરને હાઇકોર્ટમાંથી રાહત મળી છે.

LEAVE A REPLY