Connect Gujarat

કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના કથિત રાજીનામા બાદ ભરતસિંહ સોલંકી ઉમેદવારી પાછી ખેંચે તેવી સંભાવના

કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના કથિત રાજીનામા બાદ ભરતસિંહ સોલંકી ઉમેદવારી પાછી ખેંચે તેવી સંભાવના
X

ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકો માટે ભાજપે ત્રીજો ઉમેદવાર ઉભો રાખી કોંગ્રેસમાં ભંગાણ પાડી દીધું છે. પાંચ ધારાસભ્યોના કથિત રાજીનામાના પગલે કોંગ્રેસના બે પૈકી એક ઉમેદવાર ઉમેદવારીપત્ર પાછુ ખેંચે તેવી સંભાવના છે.

રાજયસભાની

ચુંટણી પહેલાં જ ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો

છે. 73 ધારાસભ્યો

હોવા છતાં કોંગ્રેસ રાજયસભાની એક બેઠક ગુમાવે તેવી શકયતાઓ વધી છે. ભાજપે બે બેઠક

પર ત્રણ ઉમેદવાર ઉભો રાખી કોંગ્રેસને દોડતી કરી નાંખી છે. કોંગ્રેસને હવે તેના

ધારાસભ્યોને સાચવવા માટે જયપુર લઇ જવાની ફરજ પડી છે. રવિવારના રોજ ગુજરાતના

રાજકારણમાં ભારે ઉઠલપાઠલ જોવા મળી હતી. કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા પટેલ, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂ અને ડાંગના

ધારાસભ્ય મંગળ ગાવિતે રાજીનામા આપ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે વિધાનસભાના

અધ્યક્ષે તેની સત્તાવાર જાહેરાત કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા

બાદ ભડકો થયો છે. કોંગ્રેસના બે જુથો એકબીજાને પાડી દેવા માટે સક્રિય બન્યાં છે.

પાંચ ધારાસભ્યોના કથિત રાજીનામા બાદ કોંગ્રેસ બેકફુટ પર આવી ગઇ છે. ચુંટણી પહેલાં

ભરતસિંહ સોલંકી અથવા શકિતસિંહ ગોહિલ ઉમેદવારી પાછી ખેંચે તેવી સંભાવના છે. હાલના

તબકકે ભરતસિંહ સોલંકી તેમની ઉમેદવારી પાછી ખેંચે તેવી શકયતાઓ પ્રબળ છે. બેમાંથી એક

ઉમેદવારી પાછી ખેંચાશે તો ભાજપના ત્રણેય ઉમેદવારોનો વિજય નકકી છે.

Next Story
Share it