Top
Connect Gujarat

કોંગ્રેસે કબીરવડ ખાતે સદબુદ્ધિ યજ્ઞ કર્યો.

કોંગ્રેસે કબીરવડ ખાતે સદબુદ્ધિ યજ્ઞ કર્યો.
X

નર્મદા નદી માં સરદાર સરોવર ડેમ માંથી પાણી નહિ છોડવામાં આવતા નદીના જળ સ્તર સતત ઘટી રહ્યા છે.અને નદી ની જળ સૃષ્ટિ સામે પણ મોટું સંકટ સર્જાય રહ્યું છે.તાજેતરમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ ખાતે નદીમાં પાણી ઘટી જવાના કારણે નૌવકા વિહાર બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી.

નર્મદા નદી માં પાણી છોડવા અંગે ઉગ્ર રજુઆતો બાદ પણ તંત્ર પર તેની કોઈજ અસર ન પડતા ભરૂચ જીલ્લા કોંગ્રેસે વિરોધ્ધનો નવતર પ્રયોગ અપનાવ્યો હતો.

download (3)

અને કબીરવડ ના મઢી ઘાટ ખાતે જીલ્લા કોંગ્રેસના હોદ્દેદારો,કાર્યકરો ભેગા થઇ ને સરકારને નર્મદા નદીમાં પાણી છોડવામાટે સદબુદ્ધિ આવે તે માટે સદબુદ્ધિ યજ્ઞ યોજ્યો હતો.અને નર્મદાના સુકાય ગયેલા નીર પુનઃ એકવાર ખળખળ વહેતા થાય તેવી માંગ જીલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

Next Story
Share it