Connect Gujarat

કોંગ્રેસે બળવાખોર પાંચેય ધારાસભ્યોને પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ, રાજીનામાના વિડીયો આવ્યાં સામે

કોંગ્રેસે બળવાખોર પાંચેય ધારાસભ્યોને પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ, રાજીનામાના વિડીયો આવ્યાં સામે
X

કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ અચાનક રાજીનામા આપી પ્રદેશની નેતાગીરીના મો પર સણસણતો તમાચો માર્યો છે. કોંગ્રેસે પણ ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા માર્યા હોય તેમ પાંચેય ધારાસભ્યોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધાં છે.

રાજયસભાની ચુંટણી પહેલાં પાંચ ધારાસભ્યોએ ધારાસભ્ય પદેથી રાજીનામા આપી કોંગ્રેસની બે બેઠકો જીતવાની આશા પર પાણી ફેરવી દીધું છે. પ્રદેશ નેતાગીરીને ગંધ સુધ્ધા ન આવે તે રીતે ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને તેમના રાજીનામા આપી દીધાં હતાં. પાંચ ધારાસભ્યો પૈકી પ્રવિણ મારૂ, મંગળ ગાવિત અને પ્રધ્યુમન જાડેજાના રાજીનામા આપતાં વિડીયો સામે આવ્યાં છે. પાંચેય ધારાસભ્યોના રાજીનામાએ કોંગ્રેસ પાર્ટી માટે લાલબત્તી સમાન છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી શકતી નથી તે વાત પુરવાર થઇ છે. બીજી તરફ કોંગ્રેસે પાંચેયને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધાં છે. પ્રદેશ પ્રવકતા ડૉ. મનીશ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાંથી ચુંટાયેલા પાંચેય ધારાસભ્યોએ તેમની અંગત મહત્વકાંક્ષા માટે પક્ષ સાથે દગો કર્યો છે. તેમના મત વિસ્તારના લોકો અને કોંગી કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે

Next Story
Share it