કોગ્રેસ પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીને લઇને 15 ઉમેદવારોના નામની  જાહેરાત કરી છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશના 11 અને ગુજરાતમાંથી 4 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

યાદીમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના હાલના મતવિસ્તાર અમેઠીથી ચૂંટણી લડશે જ્યારે સોનિયા ગાંધી તેમની પરંપરાગત બેઠક રાયબરેલીથી ચૂંટણી લડશે. નોંધનીય છે કે પ્રથમ યાદીમાં પ્રિયંકા ગાંધીના નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

કોગ્રેસની પ્રથમ યાદી અનુસાર, પૂર્વ કેન્દ્રિય મંત્રી સલમાન ખુર્શીદને ફરીથી ઉત્તરપ્રદેશના ફર્રુખાબાદ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. તે સિવાય સહારનપુરથી ઇમરાન મસૂદ, ઉન્નાવથી અનુ ટંડન, અકબરપુરથી રાજારામ પાલ, બદાયૂથી સલીમ ઇકબાલ શેરવાની, જાલૌનથી બૃજલાલ ખબરી, કુશીનગરથી આરપીએન સિંહ, ફૈઝાબાદથી નિર્મલ ખત્રીને ટિકિટ આપવામાં આવી છે. જિતિન પ્રસાદને ધૌરારાથી ટિકિટ અપાઇ છે.

LEAVE A REPLY