Top
Connect Gujarat

કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી અંગેની જવાબદારીની સોંપણી કરી

કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી અંગેની જવાબદારીની સોંપણી કરી
X

કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કામગીરીનો પ્રારંભ કર્યો છે, અને મહત્વની કામગીરી અંગેની જવાબદારીઓની વહેંચણી કરવામાં આવી છે. જેમાં 10 ઉપાધ્યક્ષ, 14 મહામંત્રી, 7 પ્રવક્તા, 63 મંત્રીઓ, 4 એકઝીકયુટીવ, સહિત 13 જિલ્લા શહેર પ્રમુખોની પણ નિમણુંક કરવામાં આવી છે.

કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં સંબોધીને માહિતી આપતા જણાવ્યું હતુ કે ચૂંટણી લક્ષી કામગીરી માટે હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે.

જેમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર સમિતિનાં ચેરમેન તરીકે સિદ્ધાર્થ પટેલની નિમણુંક કરવામાં આવી છે. જ્યારે શક્તિસિંહ ગોહિલને ચૂંટણીમાં મિડીયા સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત ચૂંટણી પ્રચાર અને સાહિત્યની જવાબદારી અર્જુન મોઢવાડીયાને સોંપવામાં આવી છે. જ્યારે શહેરી વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી નરેશ રાવલને આપવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સત્યજીત ગાયકવાડ, જગદીશ ઠાકોર, બાબુભાઈ માંગુકીયા, કાશ્મીરાબેન મુન્શી, પ્રવીણ રાઠોડ, વજીરખાન પઠાણ, પુનજીભાઈ ગામીત, ભીખુભાઈ વારોતરિયા, ધીરુભાઈ ગજેરા અને જશોદાબેન પરમારની નિમણુંક કરવામાં આવી છે.

વધુમાં ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ મહામંત્રી તરીકે ડો. વિજય દવે, હિમાંશુ વ્યાસ, શશીકાંત પટેલ, મનુસિંહ પરમાર, ઇકબાલ શેખ, બ્રેજેશ મેરજા, પરિમલ સોલંકી, કનુભાઈ વાઘેલા, પ્રહલાદ પટેલ, બાબુભાઈ કાપડીયા, પી.કે. વાલેરા, માનસિંહ ડોડીયા, ગોપાલસિંહ રાઠોડ, અને દિલીપ પટેલની નિમણુંક કરવામાં આવી છે.

કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા તરીકે અમીબહેન યાજ્ઞિક, બદરૃદીન શેખ, જયરાજસિંહ પરમાર, કૈલાશ ગઢવી, રાજન પ્રિયદર્શી, પરાંજ્યાદિત્યાસિંહ પરમાર, નૈષત દેસાઈને જવાબદારી સોંપવામાં આવી છે.

Next Story
Share it