લોકસભા ચૂંટણીને લઇ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. આજે કોંગ્રેસે જાહેર કરેલા 18 ઉમેદવારોમાં હરિયાણાના 6, મધ્ય પ્રદેશના 3 અને ઉત્તરપ્રદેશના 9 ઉમેદવારો છે.

કોંગ્રેસે હરિયાણાની સુરક્ષિત અંબાલા સીટ પરથી કુમારી શૈલજાને ટિકિટ આપી છે. જ્યારે રોહતકથી દીપેંદર હુડ્ડાને ઉમેદવાર બનાવ્યા છે. સિરસાથી અશોક તંવરને ટિકિટ ફાળવવામાં આવી છે. ફરીદા બાદથી લલિત નાગર, ગુરુગ્રામથી કેપ્ટન અજય સિંહ યાદવને ઉમેદવાર જાહેર કર્યા છે.

મધ્યપ્રદેશમાં જે ત્રણ ઉમેદવારો જાહેર કર્યા છે તેમાંથી ભિંડથી દેવાશીષ જરારિયા, ગ્વાલિયરથી અશોક સિંહ, ધારથી દિનેશ ગિરવાલને ટિકિટ આપવામાં આવી છે. સમાજવાદી પાર્ટીમાંથી રાજીનામું આપીને શુક્રવારે કોંગ્રેસમાં જોડાયેલા રાજકિશોર સિંહને બસ્તીથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

 

 

LEAVE A REPLY