Top
Connect Gujarat

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ દ્વારકાધીશનાં દર્શન કરીને ચૂંટણી પ્રચારનો કર્યો પ્રારંભ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ દ્વારકાધીશનાં દર્શન કરીને ચૂંટણી પ્રચારનો કર્યો પ્રારંભ
X

કોગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. રાહુલ ગાંધીએ દ્વારકાધીશનાં દર્શન કરીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. અને ભાટીયા ગામે લોકો સાથે સંવાદ પણ કર્યો હતો.

રાહુલ ગાંધીનું દ્વારકાનાં ભાટીયા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. રાહુલ ગાંધીએ દ્વારકાધીશની આરતી ઉતારીને પૂજન અર્ચન કર્યુ હતુ.

રાહુલ ગાંધી સૌ પ્રથમ દ્વારકામાં જગતમંદિરમાં શીશ નમાવી રાજ્યમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. દર્શન કર્યા બાદ તેઓ જામનગર શહેરમાં નવસર્જન યાત્રા કરી જાહેરસભાને સંબોધી હતી.ભાટિયા ગામ પહોંચેલા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું કે, જીએસટી લાગુ કરવામાં ભાજપ સરકારે ઉતાવળ કરી છે. જેને કારણે નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

રાહુલ ગાંધી સાથે કોંગ્રેસનાં ગુજરાત પ્રભારી અશોક ગહેલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ વગેરે નેતા જોડાયા હતા. જ્યારે 26મીને મંગળવારે ટંકારામાં રાહુલ જાહેરસભા સંબોધશે. 27મીને બુધવારે સવારે રાહુલ જસદણ પહોંચશે અને લોકોને મળશે તેમજ લોકસંવાદ કરી જનતાની સમસ્યાઓ સાંભળશે.

Next Story
Share it